________________
પ્રકાશકીય
વિશાળ સમુદ્રને ભુજાથી પાર પામવો અત્યંત કઠિન છે પરંતુ જહાજના માધ્યમથી તેને સરળતાથી પાર પામી શકાય છે તે જ રીતે દ્રવ્યાનુયોગ સભર વિશાળ અને ગંભીર આગમોના વિષયોને થોકડાના માધ્યમથી સહજ અને સરળ રીતે સમજી શકાય છે. થોકડાઓમાં આગમોના ભાવોની સંક્ષિપ્ત સમજણ હોય છે.
ગુરુપ્રાણ જન્મ શતાબ્દીના ઉપલક્ષે શ્રી રોયલપાર્ક સ્થા. જૈન સંઘના આંગણે ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા ગુરુપ્રાણ આગમ બત્રીસીના પ્રકાશનનું કાર્ય આગળ વધી રહ્યું છે, તેમાં ઓગણત્રીસ આગમરત્નો પ્રકાશિત થઈ ગયા છે.
ગુરુપ્રાણ આગમ બત્રીસીના મુખ્ય સંપાદિકા ભાવયોગિની પૂ. લીલમબાઈ મ. ની અંતરની ભાવનાને સ્વીકારીને પૂ. પુષ્પાબાઈ મ., પૂ. પ્રભાબાઈ મ., પૂ. ઉષાબાઈ મ., પૂ. હસુબાઈ મ., પૂ. વીરમતિબાઈ મ. આદિ ઠાણાઓ સાથે વિચાર વિનિમય કરીને સૌમ્યમૂર્તિ સ્વ. પૂ. અંબાબાઈ મ. ની અર્ધશતાબ્દી પુણ્યતિથિના ઉપલક્ષે સ્વ. પૂ. ફૂલકુંવરબાઈ મ. તથા પૂ. અંબાબાઈ મ.ના નામને જોડીને બે વર્ષ પહેલા ફૂલામ્ર સ્તોકાલય (શ્રી ભગવતી સૂત્ર આધારિત થોકડાઓ)નું પ્રકાશન થયું. ગુજરાતી જૈન સમાજ માટે આ પ્રથમ પ્રકાશન હોવાથી સમાજે તેને હર્ષપૂર્વક વધાવી લીધું. અલ્પ સમયમાં જ અમારે તેનું પુનર્મુદ્રણ કરાવવું પડ્યું.
તે જ રીતે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર તથા શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આધારિત થોકડાઓનું સંકલન કરીને પ્રકાશિત કરવાનો અમે નિર્ણય કર્યો.
સહ સંપાદિકા ડૉ. પૂ. આરતીબાઈ મ. એ થોકડાઓનું સંકલન તથા લેખન કાર્ય સહર્ષ સ્વીકારી લીધું.
આગમ મનીષી પૂ. તિલોકમુનિ મ.સા. પ્રધાન સંપાદિકા પૂ. લીલમબાઈ મ. તથા સહ સંપાદિકા પૂ. સુબોધિકાબાઈ મ. એ અપ્રમત્તપણે અલ્પ સમયમાં જ આગમિક દૃષ્ટિકોણથી નિરીક્ષણ કરી તેનું સંપાદન કર્યું છે. પૂ. ગુરુ વર્ષોની કૃપાએ તથા સહુના સહિયારા પુરુષાર્થે ફૂલઆમ્ર
19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org