________________
ઇન્દ્રિય પ્રત્યક્ષ
ન્યાયદર્શન વગેરેમાં ‘પ્રમાનું કરણ તે પ્રમાણ’ આ વ્યાખ્યાને આધારે રૂપસાક્ષાત્કાર વગેરે પ્રમાજ્ઞાન છે. તેનું કરણ, ચક્ષુ વગેરે ઇન્દ્રિય હોવાથી ઇન્દ્રિયોને પ્રમાણ ગણવામાં આવે છે.
જૈન દર્શન ના પાડે છે. જડ વસ્તુ પ્રમાણ ન ગણી શકાય. કારણ પ્રમાણ પ્રકાશરૂપ છે એટલે જ્ઞાનમય જ હોવું જોઈએ.
ઇન્દ્રિયદ્વારા પ્રત્યક્ષ જ્ઞાન કઈ રીતે થાય છે ?
ઇન્દ્રિયદ્વારા પ્રત્યક્ષ જ્ઞાનની પ્રક્રિયા.
ન્યાયદર્શનના મતે - ઇન્દ્રિય અને વિષય બે વચ્ચે સમ્પર્ક (સમ્બન્ધ સંનિકર્ષ) સ્થાપિત થવો જોઈએ.
‘વિષય + ઇન્દ્રિય + મન + આત્મા' આ ચારના શૃંખલાબદ્ધ સમ્પર્કથી · સન્નિકર્ષથી ઇન્દ્રિયપ્રત્યક્ષ જ્ઞાન થાય.
=
=
વ્યાખ્યા ઃ- ઇન્દ્રિય સંનિકર્ષજન્યું જ્ઞાનં પ્રત્યક્ષમ્, સંનિકર્ષ એટલે જોડાણ. નિદ્રામાં ઇન્દ્રિય અને મનવચ્ચેની સાંકળ તૂટી જાય છે.
એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ થતું નથી.
૧. સ્પર્શ / સ્પર્શવાળું દ્રવ્ય + સ્પર્શનેન્દ્રિય + મન + આત્મા આ રીતે સાંકળ જોડાય ત્યારે સ્પર્શનું અને સ્પર્શવાળા દ્રવ્યનું પ્રત્યક્ષ થાય એને સ્પાર્શન પ્રત્યક્ષ કહેવાય.
૨. રાસન પ્રત્યક્ષ → રસ (સ્વાદ) + રસનેન્દ્રિય + મન + આત્મા, આ સાંકળ જોડાય ત્યારે રસનું પ્રત્યક્ષ થાય.
૩. ઘ્રાણજ પ્રત્યક્ષ → (ગન્ધ પ્રત્યક્ષ) ગન્ધ + ઘ્રાણેન્દ્રિય (નાકની અંદરનો ભાગ) + મન + આત્માની સાંકળથી ઘ્રાણજપ્રત્યક્ષ થાય. અર્થાત્ ગન્ધનો સાક્ષાત્કાર થાય.
૧૦
૪. ચાક્ષુષપ્રત્યક્ષ → રૂપ / આકાર અથવા રૂપવાળું દ્રવ્ય + નેત્ર + મન + આત્માની સાંકળ જોડાય ત્યારે ચાક્ષુષપ્રત્યક્ષ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org