________________
૩૧
વિશેષણ - ઉપલક્ષણ
વિશેષણ -> જે ધર્મ પોતાના ધર્મને અન્યપદાર્થોથી ભિન્ન જણાવે તેને વિશેષણ કહેવાય. દા.ત. ‘જૈન સાધુ' એમ કહીએ તો સાધુઓ તો અનેકપ્રકારના હોય છે. પણ જૈનશબ્દ એ સાધુના વિશેષણ તરીકે વપરાયો એટલે જ રજોહરણાદિ લિંગવાળા સાધુઓ બીજા સંપ્રદાયના સાધુઓથી અલગરૂપે ઓળખાઈ જાય છે. હવે કાળો કાગડો એમ કહ્યું હોય તો કાગડા તો બધા કાળા જ હોય છે. એટલે ‘કાળો’ શબ્દના પ્રયોગથી કોઈની બાદબાકી થતી નથી અથવા અમુક ગ્રુપનો કે અમુક પ્રદેશનો કાગડો એ રીતે પણ અન્યકાગડાઓથી અલગ જણાવાતો નથી. કાગડો કહીએ કે કાળો કાગડો કહીએ તેમાં એકસરખો જ શાબ્દબોધ થાય છે. વિશેષણ તો તેને કહેવાય કે જે વિશિષ્ટના બોધમાં કંઈક વધારો કરે. વિશેષણ = વ્યાવર્તક. વિશેષ્યની અન્યથી વ્યાવૃત્તિ (ભેદ) બુદ્ધિ કરાવે તે વિશેષણ કહેવાય.
ઉપલક્ષણ → આ પણ એક પ્રકારનો વ્યાવર્તક ધર્મ જ છે. એનાથી પણ વિશેષ્યની વ્યાવૃત્તિ અર્થાત્ સ્વતન્ત્ર ઓળખાણ કરાવામાં આવે છે. દા.ત. દૂરથી કોઈ પૂછે કે ઉપાશ્રય ક્યાં છે ?’ બીજાએ કહ્યું પેલી ધજાઓ બાંધી છે તે’. સાંભળનાર વ્યક્તિ ધજાઓ ક્યાં બાંધી છે - તે જોઈને ઉપાશ્રયને અન્યમકાનો કરતાં અલગ ઓળખી લે છે. વિશેષણ અને ઉપલક્ષણમાં તફાવત એટલો જ છે કે વિશેષણ એ વિશિષ્ટની સાથે લગભગ કાયમ સંકળાયેલુ રહીને વ્યાવર્તક બને છે. જ્યારે ઉપલક્ષણ હાજર હોય પણ ખરું અને ન પણ હોય. તો યે વ્યાવર્તક બને. દા.ત. ઉપાશ્રયના દ્વાર પર પથ્થરનો કળશ ગોઠવાયેલો હોય. અને તે દેખાડીને એમ કહ્યું હોય કે જો પેલો પથ્થરના કળશવાળો છે તે. તો અહીં પથ્થરનો કળશ કાયમ ઉપાશ્રયની બહાર જડેલ હોવાથી જ્યારે જ્યારે તે સાંભળનાર વ્યક્તિ ઉપાશ્રયની નજીક આવશે ત્યારે ઉપાશ્રયને કળશ દ્વારા ઓળખી કાઢશે. પરન્તુ કાપડની બાંધેલ ધજા - પતાકાઓ તો કોઈ મહોત્સવ વખતે બાંધી હોય, પછી છોડી દીધી હોય તો સાંભળનાર વ્યક્તિ ફરીવાર જ્યારે આવશે ત્યારે ધજાઓ અહીં બાંધી હતી' એમ યાદ કરીને ઉપાશ્રયને ઓળખશે. પણ તે વખતે ધજાઓ કાંઈ ત્યાં બાંધેલી છે નહીં. આ રીતે ધજાઓ હાજર હોય ત્યારે અને ગેરહાજર હોય ત્યારે પણ ઉપાશ્રયને જણાવી દે છે. ઉપલક્ષણના બીજા ઉદાહરણો → કુરુક્ષેત્ર, ઘીની બરણી વગેરે. વિશેષણ
૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
34 9 ક ક ક
www.jainelibrary.org