________________
ઉ૩) Jતર્ક = આપત્તિ | કોઈપણ પ્રકારની કલ્પના તે સાચી કે ખોટી ઠરાવવા સાચો કે ખોટો) કોઈ વાંધો ઉઠાવવો તે તર્ક કહેવાય. મનિષ્ટપ્રશ્નને તર્વ |
કોઈપણ વસ્તુના પ્રતિપાદનમાં અનિષ્ટનો નિર્દેશ કરવો તેને અનિષ્ટ આપાદાન કહેવાય. તેને અનિષ્ટપ્રસંજન પણ કહેવાય. દા.ત. કોઈ એક મરેલા માણસવિશે નથી મર્યો એવું પ્રતિપાદન કરવામાં આવે તો બીજાઓ તરત વાંધો ઉઠાવે કે “જો એ ના મર્યો હોય તો તેનું હૃદય કેમ ધબકતું નથી? શ્વાસોશ્વાસ કેમ ચાલતા નથી?' આ રીતે હૃદયનું ધબકવું, શ્વાસોશ્વાસનું ચાલવું તે મડાદામાં આરોપિત કરવામાં આવે છે. કારણ કે મડદામાં આ બેની સત્તા અનિષ્ટ છે. તદુપરાંત કોઈ એમ કહે કે “ત્યાં ધૂમ ભલે હોય, અગ્નિ ત્યાં ના હોય તો શું વાંધો?” તો વાંધો એ છે કે જો ત્યાં અગ્નિ ના હોય તો ધૂમમાં સર્વજનપ્રસિદ્ધ અગ્નિજન્યતાનો લોપ થઈ જશે. કારણ કે અગ્નિની ગેરહાજરીમાં ધૂમ થવો તે વ્યતિરેક વ્યભિચાર થયો. કારણરૂપે અભિમત બધાં કારણોની (સામગ્રીની) હાજરીમાં કાર્ય ઉત્પન ના થાય તો “અન્વય વ્યભિચાર' કહેવામાં આવે છે. માનેલા કારણોની ગેરહાજરીમાં પણ કાર્ય ઉત્પન્ન થઈ જાય તો વ્યતિરેક વ્યભિચાર લાગુ પડે. ત્યાં કાર્ય-કારણભાવ સ્થાપી ન શકાય. જો કાર્ય - કારણભાવ સ્થપાયેલો હોય તો આની હાજરીથી તૂટી જાય.
પ્રશ્ન – લાઘવતર્ક કોને કહેવાય?
જવાબ - જ્યારે કોઈ કાર્ય ઓછામાં ઓછા કારણથી અથવા તો કોઈ ટૂંકી પદ્ધતિથી ઉત્પન્ન થતું હોય ત્યારે બિનજરૂરી વધારાના કારણોની કલ્પના કરવી કે લાંબી લાંબી પદ્ધતિની કલ્પના કરવી તેને ગૌરવ કહેવાય. આ કલ્પનાથી થતું ગૌરવ એ દોષરૂપ છે. બિનજરૂરી કારણોની કલ્પના ન કરવામાં અથવા ટૂંકી કાર્યપદ્ધતિ અપનાવવામાં લાઘવ છે. દરેક લોકો લાઘવપ્રિય જ હોય છે. તેથી કોઈ એક લ્પનામાં બીજી કલ્પનાથી કઈ રીતે લાઘવ થાય, બિનજરૂરી કલ્પનાનો બોજ હલકો થાય તે દર્શાવવું તેનું નામ લાઘવતર્ક છે.
દા.ત. ધૂમાડા પ્રત્યે ભાસ્વરઅગ્નિને કારણ માનવામાં ગૌરવ છે. કારણકે કારણતા અંશમાં ભાસ્વરતાનો કાંઈ ફાળો નથી. છતાં પણ દર્શાવેલ કારણમાં ભાસ્વરતાનો પણ કંઈક ફાળો હોય તેમ જણાઈ રહ્યું છે. આ ગૌરવ દોષરૂપ છે.
૧૫૦ ફ ? ? ? કે ફ્રી છુe 8 8 8 8 8 8 8 8 ? 8 8 8િ &8 દર ૪ ટી દસ ?િ 8 8 8 8 £e
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org