________________
૩૨) | દોષ
જેના લીધે કાર્ય થતું અટકી જાય અથવા જ્ઞાન થતું અટકી જાય તેને ન્યાયની ભાષામાં દોષ કહેવાય છે. આ દોષ ૪ પ્રકારે છે.
૧. અન્યોન્યાશ્રય ૨. ચક્રક ૩. આત્માશ્રય ૪. અનવસ્થા
૧. અન્યોન્યાશ્રયદોષ → દાબીને બન્ધ કરવાનું તાળું ઓરડાને મારી દીધા પછી યાદ આવ્યું કે ‘ચાવી તો અન્દર રહી ગઈ અને ઘરમાં તો કોઈપણ નથી.’ તો હવે શું થશે ? તાળુ ખૂલે તો જ અન્દરથી ચાવી મળે અને ચાવી મળે તો તાળું ખૂલે - આ રીતે બન્ને એકબીજા પર અવલમ્બિત થઈ જવાથી દ્વારોાટનનું કાર્ય સ્થગિત થઈ જાય છે. તેવી રીતે ગામમાં પ્રવેશ કરતાં ‘ઉપાશ્રય ક્યાં આવ્યો ’ ? એ પ્રશ્નનો જવાબ મળ્યો કે ‘દેરાસરની બાજુમાં’. ફરીથી પ્રશ્ન કર્યો કે દેરાસર કયાં આવ્યું ? જવાબ મળ્યો ઉપાશ્રયની બાજુમાં. હવે અહીં જો પોતે દેરાસર જોયું હોય તો જ ઉપાશ્રય મળી શકે. અને ઉપાશ્રયનું ઠેકાણું જણાય તો જ દેરાસરના ઠેકાણાનું જ્ઞાન થાય. પણ પોતે બન્નેમાંથી એકેયને જોયા નથી. એટલે બેમાંથી એકેયના સ્થાનની ખબર પડવાની નથી. અહીં અન્યોન્યાશ્રયદોષના લીધે ઉપાશ્રયનું જ્ઞાન થતું અટકી ગયું. આ અન્યોન્યાશ્રયદોષ પરસ્પર બે વસ્તુ સાથે જ હોય છે. પરન્તુ પ્રવાહપતિત બે વસ્તુમાં આ દોષ એ દોષરૂપે નથી રહેતો. જેમકે ગોટલામાંથી આંબો અને આંબામાંથી ગોટલો, મરઘીમાંથી ઇંડુ અને ઇંડામાંથી મરઘી-આવો ક્રમ પ્રવાહરૂપે અનાદિકાળથી ચાલ્યો આવે છે. એજ રીતે ગોટલા પર આંબાની અને આંબાપર ગોટલાની ઉત્પત્તિ અવલમ્બિત છે. પરન્તુ દરેક વ્યક્તિઓ અલગ-અલગ હોવાથી કોઈ કાર્ય કે જ્ઞાન અટકી પડવાનો દોષ નથી.
૨. ચક્રક → કોઈ મંદિર બન્ધ હતું. ભગવાનના દર્શન કરવા છે. પૂજારી પાસે ચાવી માંગી. તેણે કહ્યું શેઠને આપી છે. શેઠ પાસે ચાવી માંગી તો તેણે કહ્યું મુનીમને આપી છે. મુનીમને પૂછ્યું તો તેણે કહ્યું કે શેઠાણીને આપી છે. શેઠાણી પાસે માંગી તો તેણે કહ્યું પૂજારીને આપી છે. પૂજારીને પૂછ્યું તો તેણે કહ્યું કે શેઠને આપી છે. આ રીતે ચક્રની જેમ ફર્યા જ કરશે પણ ચાવી નહીં મળે. આ ચક્રકદોષ થયો.
ત્રણ કે ત્રણથી વધુ વ્યક્તિઓમાં એક બીજાપર, બીજો ત્રીજાપર, ત્રીજો
૧૪૮ ૨ ૨ ૨ ૨
8 8 8 8 88 88 88 88
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org