________________
બન્નેને સરખા બળવાન માનવામાં આવે છે.
હેત્વાભાસમાં વિશેષ – જે હેતુ ઉપાધિગ્રસ્ત હોય તેને વ્યાપ્યવાસિદ્ધ કહે છે. દા.ત. મિત્રા નામનું પક્ષી છે. જ્યારે એને પ્રસૂતિનો કાળ નજીક આવ્યો ત્યારે એણે ગર્ભમાં (ઈડામાં) રહેલ બચ્ચાને શ્યામ રંગે રંગનાર કોઈ વનસ્પતિ ખાધી. તેનાથી એનું જન્મેલું બચ્ચું શ્યામ હતું. એવી રીતે દરેક પ્રસૂતિકાળસમીપે તે ઓષધ ખાવાના ફલસ્વરૂપે ૩-૪ બચ્ચાં કાળાં જન્મ્યાં. હવે ફરીથી પ્રસૂતિનો કાળ નજીક આવ્યો. પણ આ વખતે તેણે પેલી ઔષધિ ખાધી નહિ. જે બચ્યું નવું ઉત્પન્ન થવાનું છે તેને પક્ષ બનાવીને કોઈ આવો પ્રયોગ કરે કે “સ શ્યામઃ મિત્રાતનયતાત્ ” અહીં મિત્રાતનયત્વ હેતુ એ પક્ષવૃત્તિ છે. પૂર્વજાત બચ્ચામાં પણ મિત્રાતનયત્વ અને શ્યામવર્ણ હોવાથી હેતુ એ સપક્ષવૃત્તિ છે. વિપક્ષ એટલે બગલા-હંસાદિમાં હેતુ મિત્રાતનયત્વ નથી. એથી હેતુ વિપક્ષઅવૃત્તિ છે. બાધ પણ નથી. કારણકે બચ્યું હજી ઇંડામાંથી બહાર જ નથી નીકળ્યું. તેથી શ્યામરૂપાભાવનો નિર્ણય થયો ન હોવાથી બાધ પણ ન ઘટે. અને સતિપક્ષ પણ નથી. છતાં પણ જો અહીં એવી શંકા કરવામાં આવે કે મિત્રતાતનયત્વ ભલે હોય શ્યામરૂપ ન હોય તો શું વાંધો?” આનો કોઈ ઉત્તર નથી. એટલે શ્યામત્વની સિદ્ધિ થઈ શકતી નથી. અહીં વ્યાપ્તિ સિદ્ધ ન હોવાથી હેતુમાં વ્યાપ્યત્વાસિદ્ધિ દોષ આ રીતે લાગશે કે જે બચ્ચાઓમાં શ્યામત્વ રહેલું છે ત્યાં જેમ મિત્રાતનયત્વ વૃત્તિ છે એમ ઔષધિપાકજન્યત્વ પણ વૃત્તિ છે. ખરેખર તો ઔષધિપાકજન્યત્વમાં જ શ્યામત્વની વ્યાપ્તિ છે, પણ મિત્રાતનયત્વમાં નથી. તેમ છતાં પણ મિત્રાતનયત્વ અને ઔષધિપાકજન્યત્વ બને ધર્મ પૂર્વજાત શિશુઓમાં સહવૃત્તિ હોવાને કારણે ઔષધિપાકજન્યત્વ માં રહેલો (શ્યામવનિરૂપિત) વ્યાપ્તિરૂપ ધર્મ એ સહવૃત્તિ મિત્રાતનયત્વમાં ભાસે છે. એટલે મિત્રાતનયત્વ ઉપધેય થયું. ઔષધિપાકજન્યત્વ એ ઉપાધિ થઈ. ઉપધયમાં ઉપાધિનો ધર્મ ભાસે છે.
પ્રશ્ન – હેતુ-દોષની બાબતમાં ક્યો ધર્મ ઉપાધિ બને?
જવાબ- સાધ્યનો વ્યાપક હોય અને સાધનનો વ્યાપક ન હોય તે. દા.ત. શ્યામવરૂપ સાધ્ય જે જે પૂર્વબચ્ચાઓમાં છે તેને બચ્ચાઓમાં ઔષધિપાકજન્યત્વ છે. પરતુ જે બચ્ચામાં મિત્રાતનયત્વ હોય ત્યાં ત્યાં ઔષધિપાકજન્યત્વ હોય એવો કોઈ નિયમ નથી. કારણકે નવજાત શિશુમાં મિરાતનયત્વ તો છે પરંતુ & B8 8 88 82 88 89 9 $$$$# દરે 8 8 8 8 82 83 દ8 $# $$# $# $# ક ક ટ ટ 8 88 8 8 88 @e કે ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org