________________
શબ્દો પ્રાયઃ એકાર્થક છે.
ઉપાધિ – જે વસ્તુનો ધર્મ અન્યત્ર પ્રતિભાસિત થાય તે વસ્તુ ઉપાધિ કહેવાય. જેમાં અન્ય વસ્તુનો ધર્મ પ્રતિભાસિત થાય તેને ઉપય કહેવાય. દા.ત.
સ્ફટિકમાં નજીક રહેલ જપાકુસુમ (જાસુદફુલ) નો રક્તવર્ણ ભાસે છે. આ રક્તવર્ણ એ કાંઈ વાસ્તવમાં સ્ફટિકનો ધર્મ નથી પણ જપાકુસુમનો ધર્મ છે. તેથી જપાકુસુમ એ ઉપાધિ અને સ્ફટિક એ ઉપધેય છે.
ફલમુખ ગૌરવ - જે કલ્પના કે કાર્યમાં ગૌરવ (દીર્ઘતા) થતું દેખાય પણ એના વિના કાર્ય કે કલ્પનાની સિદ્ધિ થઈ શકતી ના હોય તે ગૌરવ અનિવાર્ય હોવાથી અર્થાત્ ફલાભિમુખ હોવાથી દોષરૂપ બનતું નથી. તેથી તેને ફલમુખગૌરવ કહેવાય. દા.ત. એક ટૂંકા રસ્તામાં વચ્ચેનો પુલ તૂટી ગયો હોય તો એક - બે માઈલના ચક્કરવાળા રસ્તા પરથી ગયા વિના છૂટકો જ નથી. કારણ કે એ રસ્તે જઈએ તો જ ધારેલા કાર્યને પાર પાડી શકાય તેમ છે. તો આ ગૌરવ ફલસાધક હોવાથી દોષરૂપ નથી.
फलं प्रति अभिमुखं गौरवम् फलाभिमुखगौरवम् ।
પ્રયોજન - કોઈપણ પ્રવૃત્તિથી સાધ્ય (પ્રાપ્ય - નિષ્ણાઘ) એવા ફલને પ્રયોજન કહે છે. પ્રયોગતિ અર્થાત્ સિદ્ધી પ્રવર્તતીતિ પ્રયોગનન્ !
કરણ મુખ્યફલને ઉત્પન્ન કરનાર વ્યાપાર જેનાથી ઉત્પન્ન થાય તેને અસાધારણકારણ = કરણ કહેવાય છે. દા.ત. સ્વર્ગપ્રાપ્તિમાં હેતુભૂત પુણ્યરૂપ વ્યાપારને ઉત્પન્ન કરનાર દાનાદિ ક્રિયા છે. માટે તેને સ્વર્ગપ્રાપ્તિરૂપકાર્યનું કારણ કહેવાય છે.
વિનિગમનાવિરહ (સમાનબલયો એકતર પક્ષ નિર્ણાયકયુક્તિવિરહ.) – જ્યારે સામસામા બે પક્ષની રજૂઆત થાય ત્યારે બેમાંથી કોઈ એક પક્ષની સમર્થક સચોટયુક્તિને વિનિગમક કે વિનિગમના કહેવાય. પણ એક પણ પક્ષે વિનિગમનયુક્તિ ન હોય તેને વિનિગમના - વિરહદોષ કહેવાય. દા.ત. ભાગ્ય અને પુરુષાર્થ આ બે માંથી કોણ બળવાન? એની વિચારણામાં બને ય પક્ષો પોતપોતાની માન્યતાની પુષ્ટિમાં એકએકથી ચડિયાતી દલીલો કરે છે. પરંતુ કોઈ એવી પ્રબલયુક્તિ એકપણ પક્ષ પાસે નથી કે જેનાદ્વારા કોઈ એક પક્ષની બલવત્તાસિદ્ધ થાય. એટલે કે અહીં વિનિગમનાવિરહ ઊભો છે. તે કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org