________________
તેથી લાઘવ કરવા અગ્નિને જ કારણ માનવું જોઈએ. ભાસ્કર એવા અગ્નિને કારણ માનવું ન જોઈએ. કારણકે અગ્નિ ભાસ્વર હોય કે ના હોય એમાં ધૂમનું કાંઈ બગડી જતું નથી. હા, અહીં એ ધ્યાનમાં રાખવું કે લાઘવતર્કથી લાઘવ એવું કરવું જોઈએ કે નકામી કલ્પનાનો ભાર ઓછો થાય. પરન્તુ એવું લાઘવ ના કરવું કે જેનાથી પ્રસિદ્ધવ્યવહારનો લોપ થાય. દા.ત. ઘડાની ઉત્પત્તિમાં દંડ - ચક્ર - કુલાલ આદિને કારણ માનવા કરતાં ઘડો સ્વયં જ ભલેને ઉત્પન થઈ જતો-આવી લાઘવકલ્પના ના કરાય. કારણકે તેનાથી સુનિશ્ચિત લોકવ્યવહાર, કાર્ય - કારણભાવ જ ભાંગી પડે છે. આ લાઘવ દોષરૂપ છે.
विपरीतशंकानिवारकतर्करहितत्वम् - अप्रयोजकत्वम्
અપ્રયોજકત્વ - જે કલ્પનાથી વિપરીત કોઈ કલ્પનાની શંકા પ્રતિપક્ષી તરફથી રજૂ કરવામાં આવે ત્યારે જો એ શંકા નાબૂદ કરનાર કોઈ તર્ક ન મળે તો પ્રથમ કલ્પના ઢળી પડે છે. અર્થાત્ તે પોતાના વિષયનું પ્રતિપાદન કરવામાં સમર્થ થઈ નથી શકતી. આ રીતે વિપરીતશંકાનાશક કોઈ તર્ક ના હોવો તેને અપ્રયોજકતા દોષ કહેવાય. દા.ત. કોઈ એવી કલ્પનાની રજૂઆત કરે કે જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમ હોય. આ કલ્પનાની સામે પ્રતિપક્ષી એવી શંકા કરે કે “જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમ ના હોય તો શું વાંધો ?” તો આવી વિપરીત કલ્પનાનું નિવારણ કરવા માટે કોઈ તર્ક રજૂ કરી શકાય તેમ નથી. કારણકે અયોગો (તપેલા લોખંડના ગોળામા)માં અગ્નિ હોવા છતાં ધૂમ હોતો નથી એ અનુભૂતિ પ્રસિદ્ધ છે. તેથી જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડો હોય એવી પોકારેલી બાંગ નિષ્ફળ જાય છે. આથી અગ્નિને હેતુ બનાવી થતી ધૂમની સિદ્ધિ અટકી જાય છે.
પ્રથોનવત્વમ્ – પરમ્પરાએ કે સાક્ષાત્ કાર્યસિદ્ધિમાં અનુકૂળ બને તે પ્રયોજક. દા.ત. ધૂમ હોવા છતાં જો અગ્નિ ના હોય તો ધૂમમાં અગ્નિજન્યતાનો લોપ થાય. આવો તર્ક જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય” આ વ્યાપ્તિને પુષ્ટ કરે છે. વ્યાપ્તિની પુષ્ટિ થવાથી ધૂમહેતુથી અગ્નિનું અનુમાન નિષ્ફટક બને છે. આ રીતે પરંપરાએ અનુમાનમાં તર્ક સહાયક બનતો હોવાથી તેને પ્રયોજકતર્ક કહેવામાં આવે છે.
साक्षात् परम्परया वा कार्यसिद्धौ अनुकूलत्वम् प्रयोजकत्वम् પ્રસંગે - અતિપ્રસંગ, આપત્તિ, અનુપપત્તિ, યુક્તિ અને તર્ક આ બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org