________________
પહેલાંપર અવલખિત થઈ જાય તેને ચક્રક દોષ કહેવાય. માત્ર બે જ વ્યક્તિ એકબીજાપર અવલમ્બિત હોય તો અન્યોન્યાશ્રય કહેવાય
૩. આત્માશ્રયદોષ – કોઈપણ કાર્યભૂત વ્યક્તિને પોતાનું જ કારણ માનીએ તો કાર્ય ક્યારેય ઉત્પન્ન થાય જ નહિ. દા.ત. અગ્નિની ઉત્પત્તિમાં સ્વયં પોતે જ જો કારણ હોય તો એ અગ્નિ ક્યારેય ઉત્પન્ન થાય નહિ. કેમકે પૂર્વેક્ષણમાં કારણની વિદ્યમાનતા હોય તો જ ઉત્તરક્ષણમાં કાર્યની ઉત્પત્તિ થાયએવો નિયમ છે. તેથી ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થનારો અગ્નિ પૂર્વેક્ષણમાં કેવી રીતે વિદ્યમાન (હાજર) હોઈ શકે? માટે તે સ્થળે કાર્યોત્પત્તિ અસંભવિત છે. આમ વસ્તુને સ્વોત્પત્તિમાં સ્વયં જ કારણ માનવા જતાં આત્માશ્રય દોષ લાગે છે. અર્થાત્ પોતાની ઉત્પત્તિ પોતાના ઉપર જ અવલમ્બિત થઈ જાય છે.
૪. અનવસ્થા – કોઈ કાર્યની ઉત્પત્તિની કલ્પનામાં પ્રમાણસિદ્ધ ન હોય તેવા એક પછી એક અનંત પદાર્થની કલ્પના કરવી પડે તે અનવસ્થાદોષ છે. દા.ત. નૈયાયિકો “ધવત્ મૂતર્તમ્' માં સંયોગને સંસર્ગ માને છે. અને ‘પટાંયાવત્ ભૂત' બુદ્ધિમાં સમવાયને સંસર્ગ માને છે પરંતુ
ઘટસંયોજનસમવયવત્ ભૂતત્તમ' માં બીજા કોઈ સમવાયની કલ્પના કરતા નથી. કારણકે જો બીજા સમવાયની કલ્પના કરે તો “દ્વિતીયસમવાયેવ મૂત્રમ્' આવી બુદ્ધિમાં તૃતીય સમવાયની કલ્પના કરવી પડે. આ રીતે ચતુર્થ - પંચમ આદિ અનેક સમવાયની કલ્પના કરવી પડે તો પછી ‘ઘટવ ભૂતન' એવી બુદ્ધિ પણ નહિ થઈ શકે. કારણકે સમવાયની કલ્પનાનો અન્ત નથી. તે અનવસ્થાદોષને કારણે નિયાયિકોએ સમવાયને જ સ્વતઃ સમ્બન્ધ કલ્પી લીધો. સ્વતઃ સમ્બન્ધ એટલે “ઘટસંયોગ સમવાયવ ભૂતલમ્' માં સમવાય પોતે જ ભૂતલ સાથે પોતાના સમ્બન્ધરૂપે કામ કરે છે - બીજો નહીં.
નેત્રમાં પિળીયાનો રોગ થયો હોય ત્યારે બધુ પીળુ-પીળું દેખાય છે - એમાં એ રોગ જ દોષરૂપ છે. મસ્તકમાં ચક્કર આવતા હોય ત્યારે બધું ફરતું દેખાય છે ત્યાં ચક્કર એ દોષ છે. છીપમાં રજતનો ભ્રમ થાય છે એમાં ચકચકાટ એ દોષ છે. સાચું જ્ઞાન રોકનાર અને ભ્રમ પેદા કરનાર આવા દોષોની કોઈ સીમા નથી. આ બધું મોહનીય અને જ્ઞાનાવરણ કર્મનું તોફાન છે.
a fe @{2 82 88 કે ઇંટે 88 કે ઢિ જીરું હૃ8 832 ક8 @e ? ? 8 ફ8 કિ દર લહેર ઉઠ 88 8 8 દૃઢ 38 ટક ૪િ8 89 & ફિટ ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org