________________
ઔષધિપાકજન્યત્વ નથી. આ રીતે ઔષધિપાક-જન્યત્વએ સાધ્યનું વ્યાપક છે. પણ હેતુનું વ્યાપક નથી. એટલું સમજી રાખવાનું કે ઉપાધિ જેમ સાધ્યવ્યાપક હોય તેમ સાધ્યવ્યાપ્ય પણ હોય અર્થાત્ સમનિયત હોય.
લક્ષણ – સાધ્યવ્યાપmત્વે સતિ સાથનાવ્યાપર્વ ૩૫ધિત્વમ્ પ્રશ્ન – ઉપાધિ કેમ હેતુદૂષક બને?
જવાબ – ઉપાધિ સાધ્યની વ્યાપક હોય છે, પણ હેતુની વ્યાપક ના હોય. અર્થાત્ સાધ્ય એ ઉપાધિનું વ્યાપ્ય હોય છે. પણ સાધન ઉપાધિનું વ્યાપ્ય નથી હોતું.
ને વ્યાપ્ય ને વ્યભિચારી – ઉપાધિ
> સાધ્ય વ્યાપક –---
હેતુ
- વ્યભિચારી –
અવ્યાપક હેતુ એ ઉપાધિનો વ્યાપ્ય નહિ પણ વ્યભિચારી હોય તો હેતુ સાધ્યનો પણ વ્યભિચારી છે તેમ સિદ્ધ થઈ જાય છે. કારણકે સાધ્ય તો ઉપાધિનું વ્યાપ્ય છે. જે હેતુ વ્યક્તિ વ્યાપકપદાર્થની વ્યભિચારી હોય તે તેના વ્યાપ્યની પણ અવશ્ય વ્યભિચારી હોય એવો નિયમ છે. દા.ત. દ્રવ્યત્વની વ્યભિચારી જાતિ છે સત્તા. કારણ કે તે દ્રવ્યત્વ ના હોય ત્યાં ગુણ - કર્મમાં પણ રહે છે. તેથી સત્તા દ્રવ્યત્વની વ્યાપ્ય ઘટત્વજાતિની તો અવશ્ય વ્યભિચારી હોય કારણકે ઘટત્વનું વર્તુળ તો દ્રવ્યત્વના વર્તુળમાં અંતર્ગત છે. આ રીતે ઉપાધિ એ હેતુને વ્યભિચારી જાહેર કરીને અનુમાન થતું અટકાવી દે છે.
કુતર્ક એવી બિમારી છે જે સર્બોધને વિકૃત કરી નાખે છે, કદાગ્રહને જન્મ આપીને ઉપશમભાવને ફટકો મારનાર છે, અતીન્દ્રિયઅર્થ દર્શાવનાર સદાગમ ઉપરની શ્રદ્ધાને તોડી નાખવાનું નુકસાન કરનાર છે, હું બહુ જ્ઞાની છું એવા મિથ્યા અભિમાનના ફુગ્ગાને ફુલાવનાર છે. ખરેખર કુતર્ક એ પવિત્ર અન્તઃકરણને અનેક રીતે પીડા ઉપજાવનાર વાસ્તવિક શત્રુ છે. (યોગદૃષ્ટિ. ગ્લો. ૮૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org