Book Title: Nyaya Bhuvanbhanu
Author(s): Jaysundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 152
________________ વગેરે અનેકધર્મો સરખા છે. માટે તે બને ઘડામાં એકબીજાનું સાદેશ્ય છે. * સાધર્મ અને સાદૃશ્યમાં ભેદ. * સાધર્મ એટલે સમાનધર્મવાળાપણું. આ સમાનધર્મ એક હોય તો પણ ચાલે. દા.ત. જીવ અને પુદ્ગલ એકબીજાથી અત્યન્ત જુદા છે. એટલે એ બેમાં કોઈ સાદૃશ્ય નથી પણ બન્નેમાં દ્રવ્યત્વ, ગુણવત્ત્વ વગેરે બે - ચાર ધર્મો સરખા છે. તેથી તે બે વચ્ચે દ્રવ્યવાદિને આગળ કરીને સાધર્મ છે' એમ કહેવાય. જ્યારે બન્નેમાં ઘણા ધર્મ સમાન હોય ત્યારે સાદૃશ્ય કહેવાય. વૈધર્મ - વિભિન્નધર્મવાળાપણું અર્થાત્ બે વસ્તુમાં રહેલ જુદા જુદા ધર્મોને જ વૈધર્મ કહેવાય. પ્રશ્ન – વૈધર્મ અને પૈસાદેશ્યમાં ભેદ શું? જવાબ – કોઈ એકાદ ધર્મ વસ્તુમાં જુદો પડતો હોય ત્યાં વૈધર્મ છે એમ જણાવી શકાય પણ પૈસાદેશ્ય તો ત્યારે કહેવાય કે જ્યારે ઘણા ધર્મોથી જુદાપણું હોય. દા.ત. શ્યામ અને રક્તઘટમાં માત્ર રૂપસિવાય બાકીનું બધું સરખું છે. તો ત્યાં પૈસાદેશ્ય ન કહેવાય પણ વૈધર્મ કહેવાય. * વ્યાપ્યવૃત્તિત્વ - અવ્યાપ્યવૃત્તિત્વ જ જે ધર્મ પોતાના આશ્રમમાં એક - એક અંશને વ્યાપીને રહેલો હોય તેને વ્યાપ્યવૃત્તિ કહેવાય. આ વ્યાપ્યવૃત્તિત્વ એટલે કે “વ્યાપીને રહેવાપણું જાણવું. દા.ત. શ્વેતવસ્ત્રમાં શ્વેતરૂપ, વસ્ત્રમાં સર્વત્ર વ્યાપીને રહેલ હોવાથી ( વયવાવચ્છિન્ન) થ્રેતરૂપને શ્વેતવસ્ત્રમાં વ્યાપ્યવૃત્તિ કહેવાય. અવ્યાપ્યવૃત્તિ જે ધર્મ પોતાના આશ્રયમાં સર્વત્ર વ્યાપીને રહે નહિ પણ કોઈક અંશમાં રહે અને કોઈક અંશમાં ન રહે આવા ધર્મને અવ્યાપ્યવૃત્તિ કહેવામાં આવે છે. દા.ત. વૃક્ષમાં કપિસંયોગ હોય તો તે કાંઈ થડ - બખોલ - મૂળ કે દરેક શાખામાં હોતો નથી. પરંતુ કોઈ એક - બે ડાળીમાં જ હોય છે. માટે કપિસંયોગ એ અવ્યાપ્યવૃત્તિ ધર્મ છે. ન્યાયમતે આત્મા વિભુ છે. પરંતુ સુખ-દુઃખ - જ્ઞાન - ઇચ્છા વગેરે ધર્મો તો શરીર જેટલા જ અંશમાં ઉત્પન્ન થાય છે માટે સુખાદિ અવ્યાપ્યવૃત્તિ છે. સંસ્કૃતમાં આમ કહેવાય વ્યાવૃત્તિત્વ = સ્વીમાવિસામનિધિશરથ અર્થાત્ પોતાના જ અભાવને સમાનાધિકરણ હોય તેવો ધર્મ. વ્યાપ્યવૃત્તિત્વ = સ્વાભાવવ્યથક્કરVત્વિમ્ અર્થાતુ પોતાના અભાવના અધિકરણથી ભિન્ન અધિકરણમાં જ રહેવાપણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164