________________
કેટલાકધર્મો સમવ્યાપક પણ હોય છે. તેને સમવ્યાપ્ત અથવા સમવ્યાપ્ય પણ કહેવાય છે. દા.ત. તમોનાશકત્વ અને પ્રકાશકત્વ. જે જે ધર્મીમાં તમોનાશકત્વ હોય છે તે તે બધા ધર્મોમાં પ્રકાશકત્વ પણ હોય છે. અને જે જે દ્રવ્યમાં પ્રકાશકત્વ હોય છે તે તે દ્રવ્યમાં તમોનાશકત્વ હોય છે. આમ તમોનાશકત્વ એ અવશ્ય પ્રકાશકત્વનું સમાનાધિકરણ હોય છે. માટે એક બીજાના વ્યાપ્ય - વ્યાપક / સમવ્યાપક / સમવ્યાપ્ત છે.
પ્રશ્ન → સાંકર્યદોષ ક્યાં લાગે ?
-
જવાબ → જે બે ત્વપ્રત્યયવાળા પદોથી વાચ્ય ધર્મો પરસ્પર સમાનાધિકરણ હોવા છતાં બેમાંથી એકેય એક-બીજાના વ્યાપ્ય-વ્યાપક ના હોય તે બે ધર્મો સંકીર્ણ ધર્મો કહેવાય. તેમાં રહેલી આ સંકીણર્તાને જ સાંકર્ય કહે છે. જાતિ હંમેશા અસંકીર્ણસ્વરૂપ જ હોય છે. એથી સાંકર્યદોષ એ પ્રતિબન્ધક બનીને ધર્મને જાતિ બનતો અટકાવે છે. દા.ત. ભૂતત્વ-મૂર્તત્વ. પૃથ્વી - પાણી - તેજ - વાયુ - આકાશ આ પાંચ ભૂત કહેવાય છે. તેથી તેમાં ભૂતત્વ રહેલ છે. પૃથ્વી - જલ - તેજ - વાયુ - મન આ પાંચ મૂર્ત છે. તેથી તેમાં મૂર્તત્વ રહે છે. ભૂતત્વ અને મૂર્તત્વ પૃથ્વી - પાણી - તેજ - વાયુમાં સમાનાધિકરણ છે. પરન્તુ ભૂતત્વ એ આકાશમાં છે મનમાં નથી. તેમ મૂર્તત્વ મનમાં રહે છે આકાશમાં નહિ. એટલે આકાશદ્રવ્યની અપેક્ષાએ ભૂતત્વ એ મૂર્તત્વનું અસમાનાધિકરણ છે અને મૂર્તત્વ, મનની અપેક્ષાએ ભૂતત્વનું અસમાનાધિકરણ છે. જે બે ધર્મો પરસ્પર સમાનાધિકરણ હોય અને વ્યધિકરણ પણ હોય ત્યાં સાંકર્ય કહેવાય. परस्परसमानाधिकरणधर्मयोः क्वचित् असमानाधिकरण्यं सांकर्यम् સંકીર્ણ ધર્મોના વર્તુળો ગોત્વ - અશ્વત્વની જેમ સર્વથા સ્વતન્ત્ર નથી, અને પૃથ્વીત્વ એકધર્મનું વર્તુળ જેમ દ્રવ્યત્વના વર્તુળમાં સમ્પૂર્ણપણે સમાઈ જાય છે તેવું પણ નથી. પણ એક બીજાને કાપતા હોય છે.
ભૂતત્વ
ભૂતત્વ
મૂર્તત્વ
મૂર્તત્વ
8 8 8
Jain Education International
પ્રુથ્વી “જલો
સમાનાધિકરણ વ્યકિરણ ભૂતત્વ - મૂર્તત્વ
OL
For Private & Personal Use Only
**
a.
વ
રષ્ટિ ૧૪૩
www.jainelibrary.org