________________
એટલે આનો અર્થ એ થયો કે દૂરદેશમાં કે દૂરકાળમાં રહેલી વસ્તુ ચાહે આજે અસ્તિત્વમાં હોય કે ન હોય તો પણ ભાવીકાર્યનું કારણ માનવામાં કોઈ વાંધો નથી.
સવાલ એટલો જ છે કે-કારણની વ્યાખ્યામાં કહ્યું છે કે કાર્યના અધિકરણમાં, કાર્ય અવ્યવહિત પૂર્વકાળમાં હાજર રહે તે કારણ કહેવાય. ઉપર બતાવેલા દાન હિંસા -મંગળ વિ. કારણોમાં આ વ્યાખ્યા શી રીતે ઘટાવવી? દાન વિ. કારણો નથી તો કાર્યના અધિકરણમાં રહેલા કે નથી કાર્યના અવ્યવહિત પૂર્વકાળમાં રહેલા, તો પછી લિંક શી રીતે જોડાય તે વિચારવું જોઈએ. હવે વિચારો - ૧. રાજા ભલે રાજમહેલમાં બેઠો હોય પણ એના પ્રતિનિધિ તરીકે
રણસંગ્રામમાં સેનાપતિ અને સૈન્ય હાજર છે. એટલે શત્રુનાશના અધિકરણ રણમેદાનમાં પોતાના પ્રતિનિધિ દ્વારા રાજા હાજર જ છે. તેથી કારણની વ્યાખ્યા વિજયના કારણભૂત રાજામાં ઘટી શકે છે. મંગલ ભલે વરસ પહેલા કરેલું હોય પરન્તુ સમાપ્તિના કાળમાં મંગળથી થયેલો વિધ્ધધ્વસ હાજર છે. એટલે વિધ્વધ્વંસ દ્વારા મંગળ પણ સમાપ્તિના કાળમાં હાજર જ છે. (વિદન ધ્વસ મંગળનો વ્યાપાર છે) આ ભવમાં મળેલા સુખ - સમૃદ્ધિના કાળમાં પૂર્વભવમાં કરેલી આરાધનાથી અર્જિત પુણ્ય હાજર જ છે (આ પુણ્ય એજ આરાધનાનો વ્યાપાર કહેવાય.)
આ રીતે પૂર્વકાળમાં કે દૂરદેશમાં દૂર રહેલા કારણોથી પણ પોતાના કોઈને કોઈ પ્રતિનિધિના માધ્યમે દૂરના કાળમાં દૂરના દેશમાં પણ કાર્યની ઉત્પત્તિ થઈ શકે છે. આ માધ્યમને જ ન્યાયભાષામાં વ્યાપાર (કાર) કહેવામાં આવે છે.
વ્યાપાર – કોઈ એક કારણથી કાર્યોત્પત્તિ થવા માટે તે જ કારણથી મુખ્ય કાર્ય ઉત્પન્ન થતાં પૂર્વે જે (મુખ્ય કાર્ય કરવામાં સહાયક) ગૌણકાર્ય ઉત્પન થાય છે–એ–કારણનો વ્યાપાર અથવા કાર કહેવાય છે. દા.ત. લોટમાંથી પૂરી બનાવવી હોય તો તેજ લોટમાંથી પહેલા ગૌણકાર્યરૂપે કણેક કે લૂઆ બનાવવા પડે. તેના વિના લોટમાંથી સીધેસીધી પૂરી ઉત્પન થઈ શકતી નથી. તો આ લૂઆ કે કણેકને લોટનો વ્યાપાર કે દ્વાર કહેવામાં આવે છે.
(મીમાંસક અને વૈયાકરણોના ગ્રન્થોમાં એક જુદા જ અર્થમાં વ્યાપાર ૧૨૪ 88 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 ટ ફ 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 888
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org