________________
(૨૫
કારણતાવચ્છેદક સમ્બન્ધ
એક નિયમ છે કે કાર્યના અધિકરણમાં (સમવાયી-ઉપાદાનકારણમાં) બધા જ કારણો કાર્યોત્પત્તિ વખતે હાજર રહેવા જોઈએ.
પ્રશ્ન→કપાલમાં ઘટોત્પત્તિકાળમાં કપાલ પોતે ક્યા સમ્બન્ધથી હાજર રહેશે ? શું કપાલમાં કપાલ, સંયોગ કે સમવાય સમ્બન્ધથી ચઢી બેસવાનું છે?
જવાબ → ના, કપાલમાં કપાલનું શું છે ? તાદાત્મ્ય છે. માટે તાદાત્મ્ય સમ્બન્ધથી કપાલરૂપ કારણ પોતે પોતાનામાં હાજર રહેશે. આ રીતે દરેક ઉપાદાનકારણ તાદાત્મ્યસમ્બન્ધથી જ કારણ બનતું હોય છે. પોતે જે સમ્બન્ધથી કારણ બને તે સમ્બન્ધ કારણતાવચ્છેદક સમ્બન્ધ કહેવાય. એટલે સમવાયસમ્બન્ધથી ઘટ (ઘટાત્મક) કાર્ય પ્રત્યે તાદાત્મ્યસમ્બન્ધથી કપાલ કારણ છે. તેને વધારે સારી ન્યાયની ભાષામાં એમ કહેવાય કે સમવાય અવચ્છિન્ન કાર્યતા નિરૂપિતકપાલનિષ્ઠકારણતાવચ્છેદક સમ્બન્ધઃ તાદાત્મ્યમ્ અથવા તાદાત્મ્યાવચ્છિન્ન કપાલનિષ્ઠકારણતા નિરૂપિત સમવાયસમ્બન્ધાવચ્છિન્ન કાર્યતાવાનું ઘટઃ
તાદાત્મ્ય એ સાક્ષાત્ સમ્બન્ધ છે. બીજા બધા સમ્બન્ધો પરમ્પરાના સમ્બન્ધો છે. ઉપાદાનકારણસિવાય બાકીના બધા કારણો ઉપાદાનકારણમાં (કાર્યના અધિકરણમાં) તાદાત્મ્યથી નહીં રહી શકે કિન્તુ પરમ્પરા સમ્બન્ધથી રહી શકશે, કે જે સમ્બન્ધ કાર્યોત્પત્તિમાં તે તે કારણના માધ્યમરૂપ બનતો હોય.
પ્રશ્ન → ચક્રનો સંયોગ કપાલમાં હોય છે. તો શું સંયોગસમ્બન્ધથી ચક્ર કપાલમાં (માટીમાં) હાજર રહીને ઘટને ઉત્પન્ન કરે છે એમ કહી શકાય ?
જવાબ → ના, ચક્ર ફરતું ન હોય ત્યારે પણ સંયોગસમ્બન્ધથી કપાલમાં (માટીમાં) રહી શકે છે પણ તે વખતે ઘડો ઉત્પન્ન થતો નથી. એટલે ફલિતાર્થ એ થયો કે સંયોગસમ્બન્ધથી ચક્ર ઘટનું કારણ નથી. અર્થાત ચક્રનિષ્ઠકારણતાવચ્છેદકકસમ્બન્ધ સંયોગ નથી.
પ્રશ્ન → તો પછી અહીં ક્યો સમ્બન્ધ કારણતાવચ્છેદક બનશે ? જવાબ → અહીં એ જોવાનું કે ચક્રનો જે વ્યાપાર કપાલમાં રહીને ઘટોત્પત્તિનો હેતુ બનતો હોય તે કારણતાવચ્છેદક સમ્બન્ધ બનશે.
સંયોગ તો હમણાં જ જોયું એ પ્રમાણે ઘટોત્પત્તિનો હેતુ બનતો ન હોવાથી તે
૧૨૬ ૭
398 888
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org