________________
માધ્યમે પ્રત્યક્ષ થાય છે તેથી જ્ઞાનલક્ષણાસંનિકર્ષે ભાગ ભજવ્યો છે.
આ જ્ઞાનલક્ષણા સંનિકર્ષને વૈજ્ઞાનિક (એટલે કે વિજ્ઞાનપ્રેરિત) સમ્બન્ધ અથવા વૈજ્ઞાનિક પ્રત્યાસત્તિ પણ કહેવાય છે.
પ્રત્યભિજ્ઞા :- ‘આ જ પેલો માણસ' / ‘તે જ આ’ વગેરે જે પૂર્વકાલીન અને વર્તમાનકાલીન એકવસ્તુના (એકીકરણનું) અભેદનું અનુસન્ધાનરૂપ જ્ઞાન થાય છે. તેને પ્રત્યભિજ્ઞા કહેવાય. એમાં વર્તમાન અંશનું પ્રત્યક્ષ લૌકિકસંનિકર્ષજન્ય છે. પણ ‘ભૂતકાલીનતા’ અંશનું પ્રત્યક્ષ સ્મૃતિજ્ઞાનદ્વારા થયું હોવાથી અલૌકિક (જ્ઞાનલક્ષણા) સંનિકર્ષજન્ય છે. તેથી આ પ્રત્યક્ષ એક અંશમાં લૌકિક અને બીજા અંશમાં અલૌકિક કહેવાય. આનાથી પૂર્વકાલીન - વર્તમાનકાલીન વસ્તુમાં અભેદ સિદ્ધ થાય છે.
સ્મૃતિ :- સંસ્કારજન્ય જ્ઞાન=સ્મૃતિઃ કહેવાય છે. તીવ્ર અનુભવ આત્મામાં સંસ્કારને ઉત્પન્ન કરે છે. કાલાન્તરે જ્યારે એ સંસ્કારોનો પ્રબોધ કરનારું કોઈ નિમિત્ત ઊભું થાય ત્યારે પૂર્વ સંસ્કાર જાગ્રત થઈ જવાથી અનુભવેલી ચીજ - વસ્તુ કે ઘટનાનું સ્મરણ થઈ જાય છે. અનુભૂતિ કારણ છે, સંસ્કાર દ્વાર છે અને સ્મૃતિ એ કાર્ય છે.
યોગજપ્રત્યાસત્તિ (યોગજ સંનિકર્ષ)
યોગીઓને યોગના અભ્યાસથી એક એવું શુભ અદૃષ્ટ (પુણ્ય) ઊભું થાય છે કે જેનાથી એ દૂરક્ષેત્રવર્તી અને દૂરકાળવર્તી તથા સૂક્ષ્મ અતીન્દ્રિય અણુ - આકાશાદિ સકલ પદાર્થોનું મનથી પ્રત્યક્ષજ્ઞાન કરી શકે છે.
આ અદૃષ્ટ પણ બે પ્રકારનું છે - (૧) એકથી પદાર્થોનો બોધ નિરંતર યાને હંમેશા ચાલુ રહે છે, અને (૨) બીજાથી જ્યારે ચિંતા કરે કે “મારે આ જાણવું છે' ત્યારે જ બોધ થાય છે. આ હિસાબે સર્વદા જ્ઞાનવાળા યોગીને ‘યુક્તયોગી’ કહે છે અને ચિંતા કરે ત્યારે જ થતા જ્ઞાનવાળા યોગીને ‘મુંજાનયોગી’ કહે છે. આમાં જે યોગજ ધર્મ (=અદૃષ્ટ) ઉત્પન્ન થાય તે જ સંનિકર્ષનું કામ કરે, એટલે એને યોગજ પ્રત્યાસત્તિ (=સંનિકર્ષ) કહે છે. (ન્યાયભૂમિકા - પૃષ્ઠ ૨૭૧-૨૭૨)
૧૩૪ મ
Jain Education International
For Private & Personal Use Only
39 પી તેને કઈ = 8 9
www.jainelibrary.org