________________
(પ્રતિયોગી)ની અનુપલબ્ધિ એવો ષષ્ઠી તપુરુષ સમાસ સમજવો. અનુપલબ્ધિ = ઉપલબ્ધિ નો અભાવ = જ્ઞાનાભાવ એમ સમજવું. પ્રશ્ન – પ્રતિયોગીની યોગ્યતા એટલે શું?
જવાબ – પ્રતિયોગી હોય તો અવશ્ય તેની ઉપલબ્ધિ થાય જ એમ જેના માટે કહી શકાય તે પ્રતિયોગીને યોગ્ય કહેવાય.
“જો તે હોય તો આ આરોપની ભાષા થઈ. એમાં પ્રતિયોગીના સત્ત્વનો આરોપ કરવામાં આવ્યો છે. આરોપને ન્યાયની પરિભાષામાં પ્રસંજન અથવા આપાદન પણ કહેવાય. આરોપિત વિષયના જ્ઞાનને આહાર્યજ્ઞાન કહેવાય. અર્થાત્ કૃત્રિમજ્ઞાન. (કોઈ માણસ કદરૂપો હોય છતાં પણ મમત્વદેષ્ટિના કારણે એની માતાને તેનું મોઢું રૂપાળું દેખાય છે. અહીં મોઢામાં રૂપસૌંદર્ય છે નહિ તેથી તેનો પોતાની બુદ્ધિ દ્વારા તેમાં આરોપ કરીને માતા આરોપિત વિષયનું જ્ઞાન કરે છે. આવું જ્ઞાન બનાવટી વિષયક હોવાના કારણે આરોપિત જ્ઞાન, કૃત્રિમ જ્ઞાન અથવા આહાર્યજ્ઞાન કહેવાય છે.)
પ્રસ્તુતમાં જ્યાં ઘડો નથી ત્યાં “જો ઘડો હોય તો આ રીતે માનસિક આરોપ કરાય છે. તે પછી તેના આધારે તેની ઉપલબ્ધિનો પણ આરોપ (આપાદન, પ્રસંજન) કરાય છે. જે પ્રતિયોગી માટે આ રીતે પોતાના આરોપ દ્વારા ઉપલબ્ધિનો આરોપ થઈ શકે તેનું નામ તેની યોગ્યતા. આવા યોગ્ય પ્રતિયોગીની અનુપલબ્ધિ એટલે યોગ્યની ઉપલબ્ધિનો અભાવ. અહીં ધ્યાનમાં રહે કે ઉપલબ્ધિના અભાવની પ્રતિયોગિની ઉપલબ્ધિ પોતે જ છે જ્યારે અહીં વારંવાર જે પ્રતિયોગીની વાત છે કે જેના અભાવનું પ્રત્યક્ષ કરવાનું છે તે અભાવના પ્રતિયોગીની વાત છે.
ન્યાયની ભાષામાં યોગ્યાનુપલબ્ધિની વ્યાખ્યા નીચે પ્રમાણે - પ્રતિયોગિપ્રસંજનપ્રસંજિતપ્રતિયોગિકત્વમ્ યોગ્યાનુપલબ્ધિત્વમ્ -
ઘટાભાવના પ્રત્યક્ષમાટે ઘટની યોગ્યાનુપલબ્ધિ હોવી જોઈએ. તો તે આ રીતે ઘટાવી શકાય. અહિં પ્રતિયોગી = ઘટ, “જો અહિં ઘટ હોય તો આને પ્રતિયોગીનું પ્રસંજન કહેવાય. પ્રસંજિતપ્રતિયોગી = ઘટની ઉપલબ્ધિના પ્રસંજનથી, ઉપલબ્ધિના અભાવની પ્રતિયોગિનીભૂત ઉપલબ્ધિનું પ્રસંજન થાય છે. એટલે ઉપલબ્ધિને અહીં પ્રસંજિતપ્રતિયોગી તરીકે ગ્રહણ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org