________________
(૨૯) T નિષેધ - પ્રતિષેધ 1 સંસ્કૃતમાં નિષેધ સૂચવવામાટે “ન -“ન” અને “નો' શબ્દ વપરાય છે. તેમાં નો શબ્દ સમાસમાં કેટલીકવાર એકેદેશનિષેધ માટે વપરાય છે. દા.ત. નોજીવ = જીવનો એકપ્રદેશ. આત્માનો એકદેશ કે થોડા ઘણા પ્રદેશોનો સમૂહ તે સપૂર્ણ જીવ નથી અને અજીવ પણ નથી. પણ કલ્પનાબુદ્ધિથી ખંડિત કરેલો જીવ છે. માટે તેને નોજીવ કહેવાય છે. જીવ કરતાં એ જુદો નથી. (ત્રરાશિકમત પ્રણેતા રોહગુપ્ત એને તૃતીયરાશિ તરીકે અલગ માનતો હતો, તેથી તે ખોટો હતો. તેનો જીવરાશિમાં જ સમાવેશ થઈ જાય છે. માટે જ એમના ગુરુએ “શશિ બે જ છે' એવા જૈનમતનું સમર્થન કર્યું.) “નમ્પદથી સૂચિત નિષેધરૂપી અર્થ ઘણા પ્રકારના છે. દા.ત. (૧) અજૈનો દેશ: એવો દેશ કે જેમાં કોઈ જૈન નથી. આ પ્રયોગથી તે દેશમાં જેનોનો અત્યન્તાભાવ સૂચિત થાય છે. આ રીતે “અજીવ શરીરમ્', “અચેતનો દેહઃ “અભયો મુનિ ” અજન્મા પુરુષ: “અજલો ઘટઃ' અમલમ્ જલમ્' આ બધા પ્રયોગોમાં અત્યન્તાભાવ સૂચિત થાય છે તેને પ્રસજ્ય નસ્ કહેવાય. (૨) અજૈનો નરઃ “અચેતન પુલગમ્', અનેક દ્રવ્યમ્ અહીં અર્જુન = જૈન નહિ પણ જૈનેતરધર્મી પુરુષ, (અપથ્ય અન્નમ) અમૃતમ્ = જૂઠું, અહિ અમૃતમ્ એટલે સત્યવગરનું એમ નહિ પણ જૂઠું એવો અર્થ થાય છે. આ બધા પ્રયોગોમાં નમ્ પદથી તભિન્ન પણ તત્સદેશ વગેરે અર્થ લેવાય. દા.ત. અમર્ત્ય એટલે મર્ચ નહિ પરન્તુ મર્ચ જેવો સંસારી દેવ. એ રીતે અસુર એટલે સુર નહિ પણ સુરજેવી શક્તિવાળો દાનવ. આ બધામાં તભિન્ન અને તત્સદેશ વગેરે વ્યક્તિનું વિધાન થાય છે. આને વિધાનાભિમુખ નિષેધ કહેવાય છે. તેમ જ પર્યદાસનનું પણ કહેવાય છે.
पर्युदासः सदृक्ग्राही प्रसज्यस्तु निषेधकृत् ।।
નોંધ - અમૃત શબ્દમાં ઋતું એટલે સત્ય પણ અમૃત એટલે અસત્ય, તેથી અહીં સત્યભિન્ન અને સત્યવિરોધી મૃષા. અર્થાત્ પર્હદાસનમાં તત્સદેશની જેમ તવિપરીતનું પણ વિધાન હોય છે. નતપુરુષ સમાસ હંમેશા પર્યાદાસ પ્રતિષેધ સૂચવે છે. નમ્ બહુવ્રીહિ સમાસ પ્રસજ્ય પ્રતિષેધ સૂચવે છે. જ્યાં જે અર્થ ઘટે તે જ કરવાનો હોય. દા.ત. અજેનો દેશઃ અહીં નમુબહુવ્રીહિસમાસ છે. પણ અજૈનો નરમાં નન્તપુરુષ સમાસ થાય. વક્તાને ઇષ્ટ હોય તેવો અર્થ ઘટાવાય. ૧૩૮ ક ક શી કિ દી છે ? ? ? ? દીક દ @ દ શીટ કે દર કે 2 ટ દ8 8 8 8 8 8 8 8 8 8 8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org