________________
સમગ્ર વ્યાખ્યામાં બહુવ્રીહિ સમાસ છે તેનો હવે આ પ્રમાણે વિગ્રહ કરવો. પ્રતિયોગીના (ઘટના) પ્રસંજન દ્વારા પ્રસંજિત થઈ શકે છે પ્રતિયોગી (=ઉપલબ્ધિ) જેનો એવી અનુપલબ્ધિ, એને પ્રતિયોગીપ્રસંજનપ્રસંજિતપ્રતિયોગિક કહેવાય. કપ્રત્યય બહુવ્રીહિસમાસનો છે. વ્યાખ્યાને ધર્મપ્રધાન બનાવવા માટે એના ઉપર ત્વપ્રત્યય લાગાવ્યો છે. (ન્યાયમતમાં દરેક વ્યાખ્યાઓ ધર્મપ્રધાન નિર્દેશવાળી કરાય છે.)
અત્યતાભાવના પ્રત્યક્ષમાં આવી યોગ્યાનુપલબ્ધિ હેતુ છે. જયારે અન્યોન્યાભાવના પ્રત્યક્ષમાં અધિકરણની પ્રત્યક્ષયોગ્યતા એ જ હેતુ છે. પિશાચ કે વાયુ પ્રત્યક્ષયોગ્ય નથી તેથી તેના અત્યન્ત અભાવનું પ્રત્યક્ષ શક્ય નથી, છતાં પણ ખંભાદિમાં પિશાચ કે વાયુના ભેદનું પ્રત્યક્ષ થઈ શકે છે. વાયુ કે પિશાચનો ભેદ જે અધિકરણમાં રહે છે તે અધિકરણ (સ્તન્મ-કુષ્માદિ) પ્રત્યક્ષને યોગ્ય હોય તો પિશાચ કે વાયુના ભેદનું પ્રત્યક્ષ થઈ શકશે. પરંતુ જે અધિકરણ (વાયુ કે પિશાચ) પ્રત્યક્ષ ને અયોગ્ય હોય તેમાં ભેદનું પ્રત્યક્ષ ન થાય. દા.ત. પિશાચના ભેદનું વાયુમાં કે વાયુભેદનું પિશાચમાં પ્રત્યક્ષ થઈ શકતું નથી.
પ્રશ્ન:- પ્રતિયોગીની અનુપલબ્ધિ યોગ્ય છે કે અયોગ્ય? એની શી રીતે ખબર પડે ?
ઉત્તર :- જે પ્રતિયોગી-સત્ત્વના પ્રસંજન યાને આપાદન (આરોપ)થી ઉપલબ્ધિ પ્રસંજિત યાને આપાદિત (આરોપિત) બની શકે, તે પ્રતિયોગીની ઉપલબ્ધિ યોગ્ય કહેવાય અને એવી ઉપલબ્ધિના અભાવને યોગ્યાનુપલબ્ધિ કહેવાય. દા.ત. “દ્રિ મત્ર ધટ: થાત્ તવા ૩પત્નગેત'
યક્તિ સત્ર ઘટસર્વ યાત્ તવા પરોપશ્વિ : ચાત્' એવું જ્યાં આપાદન થઈ શકે, ને ત્યાં જો પ્રતિયોગીની ઉપલબ્ધિ ન થતી હોય, તો એ યોગ્યાનુપલબ્ધિ કહેવાય. એવી અનુપલબ્ધિ એ પ્રતિયોગીના અભાવના પ્રત્યક્ષમાં કારણ છે. પરંતુ પિશાચ અતીન્દ્રિય (ઇન્દ્રિયથી અદેશ્ય) હોવાથી એના માટે એવું થઈ શકતું નથી કે “ટિવૃક્ષે પિશાસત્ત્વ ચાત્ તા પિશાવોપત્નવ્યિ: ચાત્', કારણકે એનું સત્ત્વ (અસ્તિત્વ=હાજરી) હોય તોય એ ઉપલબ્ધિને (=પ્રત્યક્ષથવાને) અયોગ્ય છે. (ન્યાયભૂમિકા પૃષ્ઠ ૨૮૦-૨૮૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org