________________
(૨૮) યોગ્યાનુપલબ્ધિ | અત્યતાભાવ અને અન્યોન્યાભાવ સાતમાં નમ્બરનો પદાર્થ છે. મીમાંસકના મતે અભાવનું પ્રત્યક્ષ થતું નથી. એના મતે તો અભાવનું જ્ઞાન અભાવપ્રમાણ નામના છઠ્ઠા પ્રમાણથી થાય છે.
નૈયાયિક વગેરે દર્શનકારોના મતે અભાવનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે. અભાવનું પ્રત્યક્ષ થવા માટે એના અધિકરણનું પ્રત્યક્ષ, સંયુકત વિશેષણતાસંનિકર્ષ, પ્રતિયોગીનું સ્મરણ આ બધા કારણો છે. એક અધિકરણમાં હજારો લાખો અભાવો વિદ્યમાન હોય છે. પણ બધાનું સતત પ્રત્યક્ષ ચાલ્યા કરતું નથી, પણ જે અભાવનો પ્રતિયોગી યાદ આવે એ પ્રતિયોગીના અભાવનું પ્રત્યક્ષ થાય છે. તે વખતે યોગ્યાનુપલબ્ધિ પણ અભાવપ્રત્યક્ષમાં હેતુ બને છે. તે નીચે પ્રમાણે વિસ્તારથી સમજવાની જરૂર છે.
કોઈ એક કાચની બરણીમાં ફલ ન હોય ત્યારે તેમાં “ફલ નથી' એમ કહી શકાય છે. કેમકે ફલાભાવ ત્યાં પ્રત્યક્ષ છે, પરંતુ વાયુ નથી એમ કહી શકાય નહિ. કારણકે વાયુના અભાવનું પ્રત્યક્ષ થઈ શકે નહિ, બરણીમાંથી વાતશોષપંપદ્વારા બધો વાયુ બહાર ખેંચી કાઢ્યો હોય ત્યારે તેમાં વાયુનો અભાવ હોઈ શકે છે. પણ તેનું પ્રત્યક્ષ થઈ શકતું નથી – એનું શું કારણ તે તપાસવું જોઈએ.
બરણીમાં વાયુ હોય તો પણ ‘વાયુ છે.” એમ પ્રત્યક્ષથી જોઈને કહી શકાય નહીં કેમકે વાયુમાં રૂપ ન હોવાથી વાયુ અતીન્દ્રિય છે. તેથી તેનું જ્ઞાન અનુમાન વગેરેથી થાય, પણ પ્રત્યક્ષ ન થઈ શકે. ઘડો જો ભૂતલમાં હોય તો એનું પ્રત્યક્ષ થયા વિના રહે જ નહિ પણ એ ન હોય ત્યારે એની ઉપલબ્ધિ (પ્રત્યક્ષાદિજ્ઞાન) ન થવાથી ઘટાનુપલબ્ધિદ્વારા ઘટાભાવનું પ્રત્યક્ષ થઈ શકે છે, અર્થાત્ ઘડો ન દેખાય તો નિશ્ચિત પણે કહી શકાય કે ઘટાભાવ છે. (ઘડો નથી.) પણ વાયુ ન દેખાય તો ‘વાયુનો અભાવ છે.” એમ નિશ્ચિતપણે ન કહી શકાય. કારણ કે ઘડો પ્રત્યક્ષને લાયક છે પણ વાયુ પ્રત્યક્ષને લાયક નથી.
- નિષ્કર્ષ એ ફલિત થયો કે (પ્રતિયોગીનું) પ્રત્યક્ષ થવામાં પ્રતિયોગીની યોગ્યતા (રૂપ - મહત્પરિમાણ વિ.) કારણ છે પણ અભાવનું પ્રત્યક્ષથવામાં યોગ્ય પ્રતિયોગી)ની અનુપલબ્ધિ હેતુ છે. યોગ્યાનુપલબ્ધિ એટલે યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WW)