________________
સાંક્યદોષ સામાન્ય રીતે કોઈપણ શબ્દને ત્વ પ્રત્યય લગાડીએ તો તે શબ્દ જાતિવાચક બની જાય છે. (અર્થાત્ એ શબ્દથી વાચ્ય કોઈને કોઈ જાતિપદાર્થ હોય.) પરન્તુ – પ્રત્યય લાગવાથી બધા જ શબ્દો કાંઈ જાતિવાચક બની જતા નથી. દા.ત. ઘટવ, દ્રવ્યત્વ વિ. જાતિવાચક શબ્દો છે પણ ગુરુત્વ, દ્રવત્વ અને પૃથક્ત આ ત્રણ ગુણ છે. એનું કારણ એ છે કે ગુરુત્વ, દ્રવત્વ વગેરેમાં તરતમભાવ હોય છે. ક્યાંક ૧૦૦ ગ્રામવાળી તો કયાંક ૨૦૦ ગ્રામવાળી ગુરુતા હોય છે. પણ ઘટત - દ્રવ્યત્વ વગેરે જાતિઓમાં આવો તરતમભાવ હોતો નથી. કારણકે ઘટત્વ સકલઘટમાં સરખું જ હોય છે. જ્યારે દરેક ઘટનું ગુરુત્વ જુદું જુદું હોય છે. ત્વપ્રત્યય લગાડેલ શબ્દ જાતિવાચક ક્યારે બને? કયારે ના બને ? એનો જવાબ એ છે કે સામાન્ય રીતે ત્વપ્રત્યયાન્ત શબ્દ જાતિવાચક સમજવો. પણ ત્વપ્રત્યયાતશબ્દવાચ્યધર્મને જાતિ બનતો અટકાવનારા બાધકતત્ત્વો નીચે શ્લોકમાં દેખાડ્યા છે, એ બાધકોની હસ્તી હોય તો પછી એ જાતિવાચક ન બને.
व्यक्तेरभेदस्तुल्यत्वं, संकरोऽथानवस्थितिः
रूपहानिरसम्बन्धो, जातिबाधकसंग्रहः ॥ (હાલ ભૂમિકામાં ફક્ત સંકર દોષ સમજવાની જરૂર છે.)
સંકરદોષ :- વિલક્ષણ બે સ્વભાવોનું એક વ્યક્તિમાં ભેગા થવું તે આ રીતે -- બે ધર્મો જાતિરૂપ હોય તે બેમાંથી કાં તો એક ધર્મ બીજાનો અવશ્ય સમાનાધિકરણ હોય કાં તો એક ધર્મ એ બીજા ધર્મનો અવશ્ય વ્યધિકરણ હોય. દા.ત. ઘટત્વ એ દ્રવ્યત્વનું અવશ્ય સમાનાધિકરણ જ હોય. પણ ગોત્વ અને અશ્વત્વ એ બને હંમેશા વ્યધિકરણ જ હોય છે.
સમાનાધિકરણ :- આ શબ્દના બે અર્થ થાય છે. કર્મધારય સમાસ કરીએ તો (સમાનં તત્ ધિરમાં ૨) કોઈપણ બે ધર્મનું સમાન એટલે કે એક જ અધિકરણ હોય તેને સમાનાધિકરણ કહેવાય. દા.ત. રૂપ અને રસ આ બે ગુણનું એક જ દ્રવ્ય (ફળ) અધિકરણ છે. તો આ ફળદ્રવ્ય સમાનાધિકરણ કહેવાય. પણ એમાં તરત જ પ્રશ્ન થાય કે કોનું સમાનાધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org