________________
સહચારના દર્શનથી ‘જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ' આ રીતે સકલધૂમમાં સ્વ-સ્વ આશ્રયનિષ્ઠ બધા અગ્નિની વ્યાપ્તિનું જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તે પણ અલૌકિક સંનિકર્ષથી થાય છે - એમાં નજરસામે રહેલા મહાનસીય ધૂમ કે અગ્નિ સાથે તો ઇન્દ્રિયનું સીધું જોડાણ છે પણ કાંઈ જગતના બધા ધૂમ / અગ્નિ સાથે ઇન્દ્રિયનું સીધું જોડાણ નથી. જ્યાં જ્યાં ધૂમ...' આ અંશમાં ધૂમના સકલઆશ્રયોમાં રહેલા તમામધૂમોનું પ્રત્યક્ષ છુપાયેલું છે. (એક સુસાધુના ભાવથી દર્શન પ્રત્યક્ષમાં જેમ અઢીદ્વીપના તમામ સુસાધુનું દર્શન પ્રત્યક્ષ છુપાયેલું હોય છે.) ઇન્દ્રિયનું સીધું જોડાણ ન હોવાથી અહીં ધૂમ / અગ્નિનું જોડાણ કરવું પડશે એટલે અહીં પણ સામાન્યલક્ષણ સંનિકર્ષ ભાગ ભજવે છે. જ્ઞાનલક્ષણા સંનિકર્ષ
સુગન્ધ / દુર્ગન્ધનું પ્રત્યક્ષ ઘ્રાણેન્દ્રિયથી થાય છે. તેમ છતાં દૂર રહેલા ચન્દનકાષ્ઠ સાથે ચક્ષુનો સંપર્ક થતાં જ તરત ‘સુરભિ ચન્દનમ્’ આવું પ્રત્યક્ષજ્ઞાન થઈ જાય છે. આ પ્રત્યક્ષ ચાક્ષુષ છે. કારણ કે ચક્ષુથી જોઈને થયું છે. પણ હવે પ્રશ્ન એ છે કે ચન્દનદ્રવ્યનું પ્રત્યક્ષ તો ચક્ષુથી થઈ શકે પણ સૌરભનું પ્રત્યક્ષ ચક્ષુથી શી રીતે થાય ? સૌરભ કાંઈ ચક્ષુગ્રાહ્ય ગુણ નથી. આવા સ્થળમાં કઈરીતે ચાક્ષુષ પ્રત્યક્ષ થાય તે જુઓ → જ્યારે ચક્ષુ અને ચન્દન કાષ્ઠનો સંનિકર્ષ થાય છે ત્યારે તરત જ સૌરભના પૂર્વાનુભવના સંસ્કારો જાગ્રત થઈ જતાં તરત જ સૌરભનું સ્મૃતિજ્ઞાન થઈ જાય છે. અને તે પછી તરત જ ચન્દનનું ચાક્ષુષજ્ઞાન થાય છે. તે ચાક્ષુષજ્ઞાનમાં પેલા સ્મૃતિજ્ઞાનનો વિષય સૌરભ પણ છપાઈ જાય છે. આ રીતે ‘સુરભિ ચન્દનમ્' એવા ચાક્ષુષપ્રત્યક્ષમાં ચક્ષુમાટે અયોગ્ય એવી સૌરભ પણ વિષય બની જાય છે.
અહીં સૌરભરૂપ વિષય સ્મૃતિજ્ઞાનના માધ્યમે જ્ઞાત થાય છે. તેથી એ સ્મૃતિજ્ઞાને સંનિકર્ષનું કામ કર્યું કહેવાય. એને જ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ કહેવાય. ઉદા૦ ૨ → રસ્તા પર પડેલી છીપને જોઈને ‘ઇદં રજતમ્’ એવું ભ્રમરૂપ પ્રત્યક્ષ થાય છે, ત્યાં રજત તો સામે છે નહિ છતાં એનું ચાક્ષુષ પ્રત્યક્ષ કઈ રીતે થાય છે ?
જવાબ --> છીપસાથે ચક્ષુસંનિકર્ષ થાય ત્યારે ચકચકાટ (ચાકચિક્ય) રૂપી સમાનધર્મદ્વારા રજતનું સ્મરણજ્ઞાન થઈ જાય છે. તેથી ‘ઇદ’ રૂપે થયેલા શુક્તિના પ્રત્યક્ષમાં રજત વિષયરૂપે છપાઈ જાય છે. અહીં પણ સ્મૃતિજ્ઞાનના
કેમ કિસ ૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org