________________
અલૌક્કિ સંનિષ્પ ૧. સામાન્યલક્ષણ ૨. જ્ઞાનલક્ષણ ૩. યોગજ
* સામાન્ય લક્ષણ આપણે કહીએ છીએ કે ભાવથી એક સાધુના દર્શન કરીએ એટલે અઢીદ્વીપના તમામ ભાવસાધુઓનું પ્રત્યક્ષદર્શન થઈ જાય છે. પણ ચક્ષુ સાથે બધા સાધુઓનું સીધુ જોડાણ તો છે નહીં તો કેવી રીતે તે બધાનું દર્શન (પ્રત્યક્ષ) થાય ?
જવાબ – સીધું જોડાણ ભલે નથી પણ જ્યારે સાધુત્વ સામાન્યધર્મને લક્ષમાં રાખીને ભાવથી દર્શન કરાય ત્યારે ચક્ષુઇન્દ્રિયથી સંબદ્ધ જે સાધુ છે - એમાં જે સાધુત્વ સામાન્યધર્મ છે તે એક જ અખંડ સામાન્યધર્મ (સાધુત્વ) અન્ય બધા જ સાધુઓ સાથે સમવાયથી સીધું જોડાણ ધરાવે છે. આ રીતે ઇન્દ્રિયસમ્બદ્ધ સાધુ નિષ્ઠ સાધુત્વવત્ત્વ' સંનિકર્ષ બધા જ સાધુઓ સુધી પહોચે છે, તેમાં સાધુત્વ રૂપ સામાન્યધર્મ મુખ્યપણે સંનિકર્ષરૂપે કામમાં આવે છે. તેથી આને સામાન્યલક્ષણ સંનિકર્ષ કહેવાય છે. આ અલૌકિક સંનિકર્ષમાં ઇન્દ્રિયનું સંયોગ - સમવાય કે વિશેષણતા દ્વારા સીધું જોડાણ હોય એવું નથી તેથી આને લૌકિક નહીં પણ અલૌકિક સંનિકર્ષ કહેવાય.
જ્યારે સામે પડેલા ઘડાને અનુલક્ષીને “આને ઘડો કહેવાય’ આવું સંજ્ઞાનું જ્ઞાન થાય છે, ત્યાર પછી કયારેય પણ બીજો કોઈ ઘડો જોઈએ તો જોતાની સાથે જ “ઘડો' સંજ્ઞાનું પણ “આ ય ઘડોએવું જ્ઞાન થઈ જાય છે. પહેલીવાર સંજ્ઞાનું જ્ઞાન કર્યું ત્યારે કંઈ જગતના બધા ઘડા સાથે ઇન્દ્રિયનું સીધુ જોડાણ હતું નહિ તો પછી ભૂત - ભાવિ સમસ્ત ઘડા વિશે ‘ઘડો' એવી સંજ્ઞાનું જ્ઞાન થયું કઈ રીતે?
જવાબ – પહેલીવાર સંજ્ઞા ઓળખતી વખતે નજર સામે રહેલા ઘડામાં - રહેલા ઘટત્વસામાન્યધર્મ દ્વારા તે ઘટત્વસામાન્યવાળા તમામ ઘડાઓનું પણ ચક્ષુઇન્દ્રિયજન્ય ઘટજ્ઞાનમાં આછુઆછું પ્રત્યક્ષ થઈ ગયું છે. આ પણ અલૌકિકસંનિકર્ષથી થયેલું જ્ઞાન છે કેમકે અહીં ઘટવરૂપ સામાન્યલક્ષણ - સંનિકર્ષે ભાગ ભજવ્યો છે.
હવે વ્યાપ્તિજ્ઞાન જોઈએ. રસોડામાં ધૂમ અને અગ્નિના વારંવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org