________________
સમવાયસમ્બન્ધથી થશે. માટે શબ્દના પ્રત્યક્ષમાં વચમાં સંયોગનું માધ્યમ ન હોવાથી એકલો સમવાય જ સન્નિકર્ષ બનશે.
૫. સમવેત સમવાય સન્નિકર્ષ → ઉપર કહ્યું એ રીતે સંયોગની દરમ્યાનગિરિ ન હોવાથી શબ્દગુણ નિષ્ઠ શબ્દત્વ, ત્વ, વ્રુત્વ વગેરે જાતિઓનું પ્રત્યક્ષ કરવા માટે સમવેતસમવાયસન્નિકર્ષની જરૂર પડશે. કર્ણેન્દ્રિયમાં સમવેત (સમવાય સમ્બન્ધથી વૃત્તિ એવો જે શબ્દ ગુણ)માં સમવાયસમ્બન્ધથી રહેનાર શબ્દત્વ વિ. જાતિઓ છે.
૬. વિશેષણતા → દ્રવ્ય - ગુણ - ક્રિયા અને સામાન્ય આ ચારેયના પ્રત્યક્ષમાટે ઉપરના પાંચ સન્નિકર્ષ આવશ્યક છે તથા સમવાય અને વિશેષનું પ્રત્યક્ષ થતું નથી. એટલે હવે સાતમા પદાર્થ અભાવનું પ્રત્યક્ષ કરવા માટે ક્યો સન્નિકર્ષ કામ આવે તે જોવાનું રહ્યું. અભાવ સર્વત્ર વિશેષણતા સમ્બન્ધથી રહેનારો છે. એટલે અભાવ ચાહે દ્રવ્યમાં રહ્યો હોય, ગુણમાં રહ્યો હોય, ક્રિયામાં રહ્યો હોય કે ગમે ત્યાં રહ્યો હોય, સીધે સીધો સાક્ષાત્ સંયોગ કે સમવાય સન્નિકર્ષ લાગુ નહિ પડે. A દા.ત. ઘટનો અભાવ જો ભૂતલદ્રવ્યમાં હોય તો, ભૂતલદ્રવ્ય ઇન્દ્રિયથી સંયુક્ત છે અને ભૂતલદ્રવ્યમાં વિશેષણતા સમ્બન્ધથી ઘટનો અભાવ રહે છે માટે સંયુક્તવિશેષણતા સન્નિકર્ષથી એનું પ્રત્યક્ષ થશે. B અભાવ જો ગુણ - ક્રિયામાં કે દ્રવ્યનિષ્ઠ જાતિમાં રહેલો હોય તો સંયુક્તસમવેવિશેષણતા સન્નિકર્ષ બનશે. કારણકે ઇન્દ્રિયથી સંયુક્તદ્રવ્ય છે. એમાં સમવેત ગુણ ક્રિયા કે જાતિ છે. અને એમાં વિશેષણતા સમ્બન્ધથી અભાવ રહે છે. દા.ત. રૂપમાં, ગમનક્રિયામાં, કે દ્રવ્યત્વમાં રહેલા ઘટાભાવ પટાભાવ વિ.નું પ્રત્યક્ષ સંયુક્ત-સમવેત વિશેષણતા સન્નિકર્ષથી થશે. c ઘટપટનો અભાવ જો ગુણ કે ક્રિયાનિષ્ઠ રૂપત્વ કે ગમનત્વાદિ જાતિઓમાં રહેલો હોય તો સંયુક્ત સમવેત-સમવેત વિશેષણતા સન્નિકર્ષ લગાડવો પડશે, કેમકે ઇન્દ્રિયથી સંયુક્ત દ્રવ્ય - A એમાં સમવેત છે રૂપાદિ ગુણ અથવા ગમનાદિ ક્રિયા - B એમાં સમવેત છે રૂપત્વાદિ અથવા ગમનત્વાદિ જાતિઓ
C એમાં વિશેષણતા સમ્બન્ધથી ઘટાભાવ કે પટાભાવ રહે છે.
-
ઉપરોક્ત ત્રણેપ્રકારના વિશેષણતાસન્નિકર્ષોને અલગ અલગ ગણવાને બદલે એક વિશેષણતાસન્નિકર્ષરૂપે સંગૃહીત કરીને છટ્ઠા સન્નિકર્ષની ગણત્રીમાં લઈ લીધા છે.
કષ્ટ દર ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org