________________
(૨૬ ચાલુ) લોક્કિ સન્નિક્ષ સનિકર્ષ વ્યાખ્યા : પ્રત્યક્ષજ્ઞાન માટે ઇન્દ્રિય અને વિષયનું જોડાણ આવશ્યક હોય છે એ જોડાણને જ સક્નિકર્ષ કહેવામાં આવે છે.
સનિકર્ષના બે પ્રકાર ૧. લૌકિક સનિકર્ષ ૨. અલૌકિક સક્નિકર્ષ લૌકિક સક્નિકર્ષના છ પ્રકાર છે.
સનિકર્ષના છ પ્રકારો સમજવા માટે કઈ-કઈ ચીજનું કઈ કઈ ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે તે તપાસવું જોઈએ. વિશેષપદાર્થ અતીન્દ્રિય છે. અને લગભગ સમવાય પણ અતીન્દ્રિય છે. તેથી એના ઇન્દ્રિયપ્રત્યક્ષનો સવાલ નથી. પહેલાનખરવાળા દ્રવ્યપદાર્થમાં આત્મા - આકાશ - કાળ - દિશા - વાયુ-મન આ છ દ્રવ્યો અરૂપી હોવાથી એનું ઇન્દ્રિયપ્રત્યક્ષ થતું નથી. પૃથ્વી - જલ - અગ્નિ આ ત્રણ દ્રવ્યોનું ઇન્દ્રિયપ્રત્યક્ષ થાય છે. એ પણ બધી ઇન્દ્રિયથી નહિ કિન્તુ ચહ્યું અને ત્વગિન્દ્રિય એ બે થી જ એનું પ્રત્યક્ષ થાય છે. તો આ બે ઇન્દ્રિયનું, વિષયભૂત પૃથ્વી - જલ - અગ્નિ સાથે ક્યું જોડાણ થાય છે તે તપાસો. એટલે સક્નિકર્ષનો પહેલો પ્રકાર ફલિત થશે.
૧. સંયોગ સનિકર્ષ = ન્યાયમતે ચઢ્યું અને ત્વગિન્દ્રિય સાથે અગ્નિ - જલ કે પાર્થિવ (ઘડો, વસ્ત્ર, પાષાણ, રેતી વિ. વિ.) દ્રવ્યનો સંયોગ થાય ત્યારે
આ અગ્નિ | જલ છે.” વિ.વિ. ચાક્ષુષ અને સ્પાર્શન પ્રત્યક્ષ થાય છે. ટૂંકમાં દ્રવ્યના પ્રત્યક્ષ માટે સંયોગ સંનિકર્ષ બને છે. - ૨. સંયુક્ત સમવાય:- સંયોગ તો માત્ર એકદ્રવ્યનો બીજદ્રવ્ય સાથે જ હોય. પરન્તુ દ્રવ્યનો ગુણ-ક્રિયા કે જાતિ સાથે સંયોગ સમ્બન્ધ હોય નહિ. તેથી દ્રવ્યમાં રહેલા ગુણો (રૂપ-રસ વિ.) ક્રિયાઓ (ગમન વિ.) કે (ઘટત્વ, દ્રવ્યત્વ વિ.) જાતિઓનું ઇન્દ્રિયપ્રત્યક્ષ કરવા માટે એકલો સંયોગ સનિકર્ષ નહિ બની શકે, ત્યારે ઇન્દ્રિયનું ગુણ - ક્રિયા - જાતિ સાથે જોડાણ શી રીતે થશે?
જવાબ – દ્રવ્ય મારફતે જોડાણ થશે. તે આ રીતે, ગુણ - કિયા જાતિના આશ્રયભૂત દ્રવ્ય સાથે ઇન્દ્રિયોનો સંયોગ છે. અને આશ્રયદ્રવ્ય સાથે ગુણ ક્રિયા જાતિનો સમવાયસમ્બન્ધ છે. અર્થાત્ ઇન્દ્રિયથી સંયુક્ત આશ્રયદ્રવ્યનો સમવાય ગુણ વિ. સાથે છે. તેથી ઇન્દ્રિયોનો ગુણ - ક્રિયા અને દ્રવ્યનિષ્ઠ જાતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org