________________
સંયોગને વ્યાપાર માનવો નકામો છે. પરન્તુ ચક્રમાં જે ભ્રમણક્રિયા છે. તેનાથી નૃસ્પિડમાં ભ્રમણક્રિયા ઉત્પન્ન થાય છે. તેના પરિણામે ઘટોત્પત્તિ થાય છે. માટે સ્વનિષ્ઠભ્રમિજન્યભ્રમણવત્ત્વરૂપ સંબંધ ચક્રનિષ્ઠકારણતાનો અવચ્છેદક બનશે.
એટલે ચક્રનિષ્ઠભ્રમણક્રિયા-જન્યભ્રમણક્રિયા ઉપાદાન-કારણભૂત માટીપિંડમાં રહેતી હોવાથી સ્વ(ચક્ર)-નિષ્ઠ ભ્રમિજન્યભ્રમિવત્ત્વ (જે કપાલમાં છે તે) સંબન્ધથી ચક્ર કપાલ (માટીપિંડ)માં હાજર રહીને ઘટોત્પત્તિનું કારણ બને છે. અહીં ચક્રનિષ્ઠકારણતાનો અવચ્છેદક સમ્બન્ધ સ્વનિષ્ઠ ભ્રમિજન્ય મિ (જે વ્યાપારરૂપ છે તે) બનશે.
પ્રશ્ન :- દંડનિષ્ઠ કારણતાનો અવચ્છેદક સમ્બન્ધ કોણ બનશે ?
જવાબ :- દંડથી ચક્રમાં ભ્રમણક્રિયા ઉત્પન્ન થાય છે. એટલે સ્વજન્ય ભ્રમિજન્ય ભ્રમિવત્ત્વ સમ્બન્ધથી દંડ પણ માટીપિંડમાં રહીને ઘટોત્પત્તિનું કારણ બનશે. (ખાસ નોંધ કરો - ચક્રની કારણતામાં ઉપર ‘સ્વનિષ્ઠ’ છે જ્યારે દંડની કારણતામાં ‘સ્વજન્ય’ છે.) અહીં સ્વજન્યમિ એ દંડનો વ્યાપાર છે.
પ્રશ્ન :- કુંભાર ક્યા સમ્બન્ધથી ઘટનું કારણ છે ?
જવાબ :- કુંભાર પોતાના વિશિષ્ટ પ્રયત્નવાળી આંગળીઓની રમતથી ઘટને એવી રીતે સ્પર્શે છે (સંયોગ કરે છે,) કે જેથી ઘડાનું નિર્માણ થાય છે. તેથી સ્વનિષ્ઠ કૃતિજન્ય વિજાતીય સંયોગ સમ્બન્ધથી કુંભાર માટીપિંડ સુધી પહોંચશે અને ઘડો બનાવશે. અહીં સ્વવૃત્તિ કૃતિજન્ય વિજાતીય સંયોગ એ જ કુંભારનો વ્યાપાર છે અને ઘટનિષ્ઠ કાર્યતા નિરૂપિત કુલાલનિષ્ઠ કારણતાનો અવચ્છેદક સમ્બન્ધ પણ એ જ છે.
(૨૬
સંનિર્ષ
૧. ચક્ષુ નો સંયોગ ઘટદ્રવ્ય સાથે
૨. ચક્ષુ સંયુક્ત ઘટનો સમવાય
A - શ્યામરૂપમાં B - કમ્પનક્રિયામાં C - ઘટત્વ જાતિમાં
૩. ચક્ષુ સંયુક્ત ઘટમાં સમવેત
$88
A શ્યામરૂપનો સમવાય શ્યામત્વ જાતિમાં
B કમ્પક્રિયાનો સમવાય કમ્પનત્વ જાતિમાં
Jain Education International
For Private & Personal Use Only
મકર ૧૨૭
www.jainelibrary.org