________________
ગધેડામાં ઘડાની કારણતાના લક્ષણ (વ્યાખ્યા)ની અતિવ્યાપ્તિનો દોષ થશે. કેમ? એટલા માટે કે ઘડાની ઉત્પત્તિ વખતે કુંભારવાડામાં કોઈને કોઈ ગધેરામસાહેબ હાજર જ હોય છે. તેથી તે (ગંધો) કાર્યના અધિકરણમાં (કુંભાર-વાડામાં) કાર્ય ઉત્પન્ન થવા પૂર્વે વિદ્યમાન હોવાથી (ઘડાનું) કારણ બની જશે - ખરી રીતે તો એના વિના કાંઈ ઘડાની ઉત્પત્તિ અટકી પડતી નથી.
બીજો દાખલો - ઘડાની ઉત્પત્તિ વખતે દણ્ડનું કત્ચઈરૂપ અથવા દણ્ડત્વ એ બન્ને ત્યાં હાજર જ હોય છે તો શું દણ્ડત્વ અને દRsરૂપને પણ ઘડાના કારણ માનવા ? એવા તો દણ્ડ - ચક્ર વગેરેમાં સત્તા-દણ્ડત્વ - ચક્રત્વ વગેરે ઘણા ધર્મો છે કે જે દણ્ડ વગેરેથી જુદા થઈ ન શકે - એટલે શું બધાને પણ કારણતાનો જશ આપવો ? ન અપાય - તો પછી ત્યાં કારણતાની અતિવ્યાપ્તિ થતી રોકવા માટે અન્યથાસિદ્ધ કોને કહેવાય તે જાણવું જોઈએ.
-
અર્થાત્ કારણની વ્યાખ્યા નીચે પ્રમાણે કરવી જોઈએ કે - અનન્યથાસિદ્ધત્વે સતિ કાર્યાધિકરણે કાર્યપૂર્વવર્તિત્વમ્. અર્થ → જે અન્યથાસિદ્ધ ન હોય અને (પછી જુની વ્યાખ્યા જોડી દો) કાર્યના અધિકરણમાં કાર્યોત્પત્તિપૂર્વે હાજર હોય તે કારણ કહેવાય.
હવે અન્યથાસિદ્ધની વ્યાખ્યા જાણવાની જરૂર પડશે. કારણ કે અન્યથાસિદ્ધ કોણ છે તે જાણ્યા વિના અનન્યથાસિદ્ધ કારણની ઓળખાણ નહીં થઈ શકે.
આ અન્યથાસિદ્ધ પાંચપ્રકારના છે. (વધુ વિવેચન મુક્તાવલીમાં) (અન્યથાસિદ્ધ એટલે શોભાના ગાંઠીયા)
वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गतौ ॥
અર્થ :- ઘાણીમાં તેલ પીલનારા બળદો ગોળ ગોળ ફરતા જ રહે છે - ઘણી ગતિ કરે છે પણ કોઈ એમની સ્થિતિમાં પ્રગતિ થતી નથી. ઠેરના ઠેર રહે છે. એ રીતે અનિશ્ચિત દશાવાળા વાદ અને પ્રતિવાદોમાંથી જ જેઓ ઊંચા આવતા નથી તેઓ ક્યારે'ય તાત્ત્વિક નિશ્ચય ઉપર પહોંચી શકતા નથી.
૧૨ ૨ ૪ ૪ ૪ 93 92 988 9
Jain Education International
For Private & Personal Use Only
8 મ
૨ અંક : સ
www.jainelibrary.org