________________
અવચ્છેદક શીતજલત્વ બનશે. જલત્વ એ જાતિ છે પરંતુ શીતજલત્વ કોઈ જાતિ નથી એ તો શીતસ્પર્શ અને જલત્વ (જાતિ) બે પદાર્થોનું જોડકું છે. એટલે એ બન્ને પ્રકારતાના અવચ્છેદક બનશે. એટલે પ્રકારતા શીતસ્પર્શાવચ્છિન્ન અને જલવાવચ્છિન્ન કહેવાશે.
c શીતલજલનિષ્ઠપ્રકારતાનો અવચ્છેદક શીતસ્પર્શ બન્યો છે માટે શીતસ્પર્શમાં પ્રકારતાની અવચ્છેદકતા રહેશે. અત્રે શીતસ્પર્શ શીતસ્પર્શત્વરૂપે અવચ્છેદક બન્યો હોવાથી શીતસ્પર્શનિષ્ઠાવચ્છેદકતાનું અવચ્છેદક શીતસ્પર્શત્વ બનશે. એટલે એમ કહેવાશે કે શીતસ્પર્શતાવચ્છિન્ન અવચ્છેદકતા.
D શીતલમાં રહેલી પ્રકારતા અને શીતસ્પર્શમાં રહેલી અવચ્છેદકતા તે બન્ને એક બીજાને સાપેક્ષ હોવાથી નિરૂપક-નિરૂપિત બની શકશે. એટલે એમ કહી શકાશે કે શીતસ્પર્શત્નાવચ્છિન્નાચ્છેદકતા નિરૂપિત પ્રકારતા.
E આ પ્રકારતા જલત્નાવચ્છિન્ન પણ છે તેથી એમ કહેવાશે કે શીતસ્પર્શત્નાવચ્છિન્નાવચ્છેદકતાનિરૂપિત જલત્નાવચ્છિન્ન પ્રકારતા.
- આ પ્રકારતા અને ઘટનિષ્ઠવિશેષ્યતા પરસ્પર સાપેક્ષ હોવાથી નિરૂપક -નિરૂપિત બની શકે છે. વળી વિશેષ્યતા પાછી ઘટવાવચ્છિન્ન છે અને એ વિશેષ્યતાનું નિરૂપક છેલ્લે જ્ઞાન છે. ઉપરોક્ત A થી સુધીના વિશ્લેષણને સૂચવવામાટે સમગ્ર વાક્ય પ્રયોગ આ રીતે થશે -
- શીતસ્પર્શત્નાવચ્છિનાવચ્છેદકતા (શીતસ્પર્શનિષ્ઠા) નિરૂપિત જલવાવચ્છિન્ન પ્રકારતા (શીતજલનિષ્ઠ) નિરૂપિત ઘટત્નાવચ્છિન્ન વિશેષ્યતાનિરૂપકે “શીતજલવાનું ઘટ:' રૂાર જ્ઞાનમ્
યાદ રાખવા જેવું – “પર્વતઃ અગ્નિમાનું ધૂમાતુ' આ પ્રયોગમાં પર્વતમાં પક્ષતા છે, પક્ષતાવચ્છેદક પર્વતત્વ છે. સાધ્ય અગ્નિ છે, સાધ્યતાવચ્છેદક ધર્મ અગ્નિત્વ છે. હેતુ ધૂમ છે, હેતુતાવચ્છેદક ધર્મ ધૂમત્વ છે.
અગ્નિરૂપ સાધ્યની સંયોગ સમ્બન્ધથી સિદ્ધિ અભિપ્રેત છે - માટે સાધ્યતાવચ્છેદક સમ્બન્ધ સંયોગ છે. ધૂમને સંયોગસમ્બન્ધથી હેતુરૂપે પ્રસ્તુત કર્યો છે - માટે હેતુતાવચ્છેદક સમ્બન્ધ સંયોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org