________________
અન્યથાસિદ્ધ ૧. ના વગર 'ના વિના) જે સિદ્ધ થાય એવું કાર્ય-આ અર્થપ્રમાણે કોઈ વસ્તુ વિના પણ જે કાર્ય સિદ્ધ થાય તે કાર્ય અન્યથાસિદ્ધ કહેવાય.
દા.ત. A જલવિના પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. તો અગ્નિ જલથી અન્યથાસિદ્ધ કહેવાય.
| B અગ્નિ વિના પણ ધાન્ય પાકે છે તેથી ધાન્ય અગ્નિથી અન્યથાસિદ્ધ કહેવાય. અર્થાત્ અમુક વસ્તુ વગર પણ સિદ્ધ થનારું કાર્ય તે અન્યથાસિદ્ધ કહેવાય.
પણ પ્રસ્તુત પ્રકરણમાં આ વ્યાખ્યા ઉપયોગી નથી. (આ વ્યાખ્યામાં કાર્ય અન્યથાસિદ્ધ બને છે.)
૨. જેના વગર કાર્ય સિદ્ધ થઈ શકે તે (કારણાભાસ) અન્યથાસિદ્ધ. દા.ત. A જલ વગર પણ અગ્નિ સળગે છે તેથી જલ અન્યથાસિદ્ધ કહેવાય.
અગ્નિ વગર પણ ધાન્ય પાકે છે તો અહીં અગ્નિ અન્યથાસિદ્ધ કહેવાય. અર્થાત્ જે વસ્તુને કારણરૂપે માનવામાટે જીવ લલચાતો હોય પણ એના વિના કાર્ય સિદ્ધ થઈ શકે તેમ માની શકાતું હોય તો એ વસ્તુને અહીં અન્યથાસિદ્ધ કહેવામાં આવે છે.
(આ વ્યાખ્યા જ આ પ્રકરણમાં મુખ્ય છે.)
ગાડાનીચે કુતરું ચાલતું હોય તો ટૂંકી દૃષ્ટિવાળાને કુતરું ભાર ખેંચવાના કાર્યના કારણરૂપે દેખાતું હોય પણ કુતરા વિના પણ બળદોથી ગાડાનો ભાર ખેચાય છે માટે કુતરું ભારઆકર્ષણ કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ કહેવાય.
પ્રશ્ન – આવા અન્યથાસિદ્ધને ઓળખવાની જરૂર છે?
જવાબ... હા, તે આ રીતે – કારણની વ્યાખ્યા છે કાર્યની ઉત્પત્તિના અધિકરણમાં કાર્યોત્પત્તિની (અવ્યવહિત) પૂર્વકાળમાં વર્તમાન હોય તેને તે કાર્યનું કારણ કહેવાય. દા.ત. ઘડાની ઉત્પત્તિના અધિકરણ (કુંભારવાડા)માં ઘડો ઉત્પન્ન થયા પૂર્વે દણ્ડ - ચક્ર - કુંભાર માટી વગેરે વર્તમાન (હાજર) હોય છે. તેથી આ બધાને ઘડાના કારણ કહેવાય.
પણ આવી વ્યાખ્યાથી તો ગધેરામ પણ ઘડાનું કારણ બની જશે - અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org