________________
અર્થાપત્તિ પ્રમાણ
જ્યાં એક વાક્યના શ્રવણ અથવા કોઈ એક ઘટનાના દર્શનથી જે ‘અર્થાત્ અન્ય ભાગ કે અન્ય ઘટનાની આપત્તિ એટલે કે કલ્પના’ થઈ જાય તે ‘અર્થાત્ થયેલું કલ્પનાજ્ઞાન' અર્થાપત્તિજ્ઞાન કહેવાય. એ બરાબર હોય તો પ્રમાણજ્ઞાન કહેવાય. (માત્ર મીમાંસા દર્શનમતે - બીજાઓના મતે આ એક પ્રકારનું અનુમાન છે.) દા.ત. તગડો દેવદત્ત દિવસે ખાતો નથી. ‘અર્થાત્ રાત્રે ખાય છે.’ અહીં રાત્રિ ભોજનનું જ્ઞાન તે અર્થાપત્તિ પ્રમાણ છે. દેવદત્તે કશું ય વાંચ્યુ નથી છતાં પરીક્ષામાં પાસ થઈ ગયો ‘અર્થાત્ પરીક્ષકને પૈસા દાબ્યા' આવું જે જ્ઞાન તે અર્થાપત્તિ. રમાકાંત ૫૦% હોશિયાર છે એમ કહેવાથી અર્થાત્ ૫૦% મૂરખ હોવાનું જ્ઞાન થઈ જાય છે તે અર્થાત્ત જ્ઞાન કહેવાય.
અભાવ પ્રમાણ
કોઈપણ વસ્તુના અભાવનું જ્ઞાન તે અભાવ પ્રમાણ. માત્ર મીમાંસાદશ 1 અભાવ પ્રમાણને સ્વતંત્ર માને છે.
બીજા દર્શનકારો અભાવ પ્રમાણનો સમાવેશ પ્રત્યક્ષ કે અનુમાન આદિ પ્રમાણોમાં કરી દે છે.
બીજા દર્શનોના મતે ભૂતલ ઉપર નજર જતાં ઘટાભાવ પ્રત્યક્ષ થાય છે.
પણ મીમાંસક મતે જ્યાં પ્રત્યક્ષાદિ (અર્થાપત્તિ સુધીના) પાંચ પ્રમાણોથી ભાવાત્મક વસ્તુની ઉપલબ્ધિ ન થાય ત્યાં અભાવ પ્રમાણ પ્રવર્તે છે અને ઘટાભાવનું જ્ઞાન થાય છે.
અભાવશાન થવા માટે ભાવની અનુપલબ્ધિ હોવી જોઈએ. પ્રમાણ પંચકથી ભાવની અનુપલબ્ધિ, અભાવ જ્ઞાનનું કારણ છે.
भूतले घटाभावः भूतले घटो नास्ति
છ
છ
ચાર
બે
મીમાંસકમતે
વેદાંતમતે
ન્યાયમતે
બૌદ્ધમતે
નાસ્તિકમતે
Jain Education International
એક
}
બન્ને રીતે અભાવ જ્ઞાન થઈ શકે.
પ્રત્યક્ષથી
પ્રત્યક્ષથી
પ્રત્યક્ષથી
પ્રત્યક્ષથી
પ્રત્યક્ષ જ.
પ્રમાણ
પ્રમાણ
પ્રમાણ
પ્રમાણ
પ્રમાણ
For Private & Personal Use Only
અભાવ સુધી અનુપલબ્ધિ
શાબ્દબોધ
અનુમાન
www.jainelibrary.org