________________
મુખ્યભેદક તત્ત્વ છે તે વાસ્તવિક વિશેષ !
નિત્યાઃ અન્યદ્રવ્યવૃત્તય: વિશેષા: । અન્ય =
નિરવયવ.
સ્થૂલદ્રવ્યો સાવયવ હોવાથી તદ્દન સરખા દેખાતા બે સ્થૂલદ્રવ્યોનો ભેદ એના અવયવભેદથી પાડી શકાય.
એમ ઋણુકનો ભેદ હ્રયણુકના ભેદથી
ઉંચણુકનો ભેદ પરમાણુભેદથી. બે પરમાણુનો ભેદ શેનાથી ?
- પરમાણુના તો અવયવ હોતા નથી. માટે બે પરમાણુનો પરસ્પર ભેદ એમાં રહેલ ‘વિશેષ' નામના અતીન્દ્રિય ભેદકતત્ત્વને અવલમ્બીને માનવો જોઈએ. જો એમ ન માને તો બે પરમાણુના ભેદનો વિચ્છેદ થઈ જાય. પરિણામે અણુમાત્ર જગત્ અથવા શૂન્યં જગત્ થઈને ઊભું રહે. એ રીતે આત્મામાં પણ ‘વિશેષ’ સ્વતન્ત્ર પદાર્થ માનવો પડે, ન માને તો પાત્મ જ્ઞાત્ થઈ જાય. આ ‘વિશેષ’ પદાર્થ નિત્ય જ હોય છે.
સંસર્ગ - = સમ્બન્ધ = વૃત્તિ = કડી
ઘડાવાળુ ભૂતલ, પાણીવાળો ઘડો, સાકરવાળુ પાણી - પુસ્તકવાળુ કબાટ, અહીં બધે વાળાપણાની બુદ્ધિ સંસર્ગજન્ય હોય છે.
“સમવાય” (છઠ્ઠો પદાર્થ)
આ
આ બધી જગ્યાએ સંયોગનામનો ગુણ સંસર્ગનું કામ કરે છે. સંયોગસમ્બન્ધ માત્ર (બે કે બેથી વધુ) દ્રવ્યો વચ્ચે જ હોય છે.
પરન્તુ રૂપવાન્ = રૂપવાળો છોકરો.
જ્ઞાનવાન્ આત્મા, સુગન્ધવાળુ પુષ્પ, વસ્ત્રવાળા તત્ત્તઓ, સત્તાવાળુ દ્રવ્ય, ક્રિયાવાળી ઘડીયાળ.
–
અહીં સંસર્ગ કોણ છે - સંયોગ છે ? નથી. સંસર્ગવગર અહીં વાળાપણાની બુદ્ધિ થઈ શકે નહીં. માટે કોઈ સમ્બન્ધ હોવો જોઈએ. નૈયાયિકોએ અહીં જે સમ્બન્ધ કલ્પ્યો છે એનું નામ પાડ્યું સમવાય. તે પાંચ ઠેકાણે હોય છે.
૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org