________________
કે જે એના આધારમાં વ્યાપીને રહેનાર છે. જ્યારે કેટલાક સંયોગ વિ. પદાર્થો એવા હોય છે કે જે પોતાના આશ્રયમાં વ્યાપીને રહેતા નથી.
પોતાના આશ્રયમાં જે પૂર્ણ પણે કણ - કણમાં વ્યાપીને રહેતા હોય તેને વ્યાપ્યવૃત્તિ પદાર્થો કહેવાય. અને જે પોતાના આશ્રયનાં કોઈ એક ભાગ = કોઈ એક દેશમાં જ રહેતા હોય તો તેને અવ્યાપ્યવૃત્તિ પદાર્થ કહેવાય. વૃક્ષમાં વૃક્ષત્વ, ફલમાં ફલત્વ તેમજ જાતિમાનું પદાર્થોમાં રહેનારી જાતિઓ વગેરે પોતાના આશ્રયને પૂર્ણપણે વ્યાપીને રહે છે. તેથી તે વ્યાપ્યવૃત્તિ કહેવાય. પરતુ વૃક્ષમાં કપિસંયોગ, ભૂમિ ઉપર ઘટસંયોગ, વડની વડવાઈઓમાં આંદોલનક્રિયા આ બધા અવ્યાપ્યવૃત્તિપદાર્થો છે. કારણકે તે બધા પોતાના આશ્રય વૃક્ષ ભૂમિ કે વડમાં પૂર્ણપણે વ્યાપીને રહેતા નથી. આ બધા (અવ્યાપ્ય - વૃત્તિ) પદાર્થો વિશે તે ક્યાં રહેલા છે એવો જ્યારે પ્રશ્ન થાય ત્યારે માત્ર કપિસંયોગ વૃક્ષમાં છે, તાજમહાલ ભારતમાં છે એટલું કહી દેવાથી એની અવસ્થિતિનો વાસ્તવિક પરિચય મળતો નથી. વૃક્ષ ઘણું મોટું છે. કપિસંયોગને ક્યાં શોધવો? પદાર્થોના અવસ્થાનનો પરિચય અધૂરો હોય તો તેના અર્થીને શોધાશોધ કરવા નીકળવું પડે. પૂર્ણ પરિચય માટે તે તે આશ્રયના એવા ભાગ કે અવયવનો નિર્દેશ કરવો જોઈએ કે જેથી આધેયના (આશ્રિતના) અવસ્થાનનો વ્યવસ્થિત પરિચય મળી જાય. દા.ત. ભારત બહાર કોઈ પૂછે કે શિવસુન્દર ક્યાં છે તો ભારતદેશ મહારાષ્ટ્રરાજ્ય - નાસિકનગર - પગડબલ્પલેન - જૈન ઉપાશ્રય આ બધા પરિચાયક અવયવોનો સંકેત કરવો પડે. આ પરિચાયકોને અવચ્છેદક કહેવાય. એટલે આમાં જોઈ શકાય છે કે શિવસુન્દરની વર્તમાનકાળમાં ક્યા પ્રદેશમાં અવસ્થિતિ છે તે બતાવવા માટે ભારત દેશ જેવા સ્થૂલ અવચ્છેદકથી માંડીને પગડબલ્પલેન જૈનઉપાશ્રય જેવા ધારદાર અવચ્છેદકોનો નિર્દેશ કરવો પડે.
જે પદાર્થોનો આ રીતે વિચ્છેદકો દ્વારા પરિચયો આપવાની જરૂર ન પડતી હોય તે પદાર્થોને નિરવચ્છિન્નવૃત્તિ કહેવાય. દા.ત. દશરથનો રામ પુત્ર છે તો રામમાં પુત્રત્વ ક્યાં રહેલું છે એ સૂચવવા માટે કોઈ પરિચાયકની જરૂર નથી. તેથી રામમાં પુત્રત્વ નિરવચ્છિન્નવૃત્તિ કહેવાય.
જે પદાર્થનો પરિચય અવચ્છેદકદ્વારા આપવો પડે તે સાવચ્છિન્નવૃત્તિ કહેવાય. દા.ત. એક પુરુષને કોઢનો રોગ છે પણ આખા શરીરમાં નથી તો શરીરમાં કુષ્ઠ ક્યાં છે એ જણાવવા માટે પગ હાથ કે કોણી ઘૂટણ વિ. ભાગોનો ૧૧૪ ર છે ?? કે ટ ફ કટ ઉર ફડકે છે છે કે દરેકે કરે છે કે છે કે એ સંકે 8 કે રે B 98
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org