________________
રહેલી પ્રતિયોગિતા ઉપર પૃથ્વીત્વ કે દ્રવ્યત્વધર્મનું વર્ચસ્વ નથી કિન્તુ ઘટવધર્મનું વર્ચસ્વ છે. જે વર્ચસ્વ રાખે તે અવચ્છેદક કહેવાય. જેના ઉપર વર્ચસ્વ રહે તે અવચ્છિન્ન કહેવાય.
ઘટનિષ્ઠપ્રતિયોગિતાનું અવચ્છેદક ઘટત્વ કહેવાય. ઘટવાવચ્છિન્ન ઘટનિષ્ઠપ્રતિયોગિતા કહેવાય.
આનો ફલિતાર્થ એ થયો કે જે ધર્મથી પ્રતિયોગિતા અવચ્છિન્ન હોય તે ધર્મને પ્રધાન બનાવીને જ ધર્મી નો અભાવ ઉલ્લેખિત થઈ શકે.
એટલે દ્રવ્યત્વ પૃથ્વીત્વ પ્રતિયોગિતાવચ્છેદક ન હોવાથી ભૂતલમાં દ્રવ્ય કે પૃથ્વીનો અભાવ છે એમ ન કહેવાય કિન્તુ ઘટનો અભાવ છે એમ જ કહેવાય. કારણકે પ્રતિ, અવચ્છેદક ઘટત્વ છે. - જ્યારે ભૂતલમાં પાણી પડ્યું હોય, હવાનો સંસર્ગ હોય પરંતુ એકપણ પ્રકારનું પૃથ્વીદ્રવ્ય ન હોય ત્યારે ત્યાં પાષાણનો રેતીનો, ઈટનો, શીલાનો આ બધાનો અભાવ છે એમ ઘટનો અભાવ પણ છે. કારણકે જ્યાં પૃથ્વીદ્રવ્ય સદંતર ન હોય ત્યાં એના પેટાભેદ ક્યાંથી હોય? તેથી પૃથ્વીમાત્રનો અભાવ હોવાથી ઘટનો પણ ત્યાં અભાવ છે, પણ બુદ્ધિમાન માણસ સમજી શકે છે કે ત્યાં માત્ર ઘટત્વેન (ઘટરૂપ) પૃથ્વીને અભાવ ઉલ્લેખિત થતો નથી કિન્તુ પૃથ્વીત્વસામાન્યધર્મથી ઘટનો અભાવ ઉલ્લેખિત થાય છે માટે જે ધર્મને મનમાં લાવીને, આગળકરીને, મુખ્યકરીને ધર્મીના (અભાવ)નો ઉલ્લેખ થાય તે ધર્મ પ્રતિયોગિતાનો અવચ્છેદક બને. માટે અહીંયા ઘટનિષ્ઠપ્રતિયોગિતાનો અવચ્છેદક પૃથ્વીત્વ બનશે. અથવા ઘટનિષ્ઠ પ્રતિયોગિતા ઘટવાવચ્છિન્ન નહીં કિન્તુ પૃથ્વીવાવચ્છિન્ન બનશે.
ફલિતાર્થ –- પ્રતિયોગિતા - વિષયતા - કારણતા વગેરે આગન્તુક ધર્મો અનિયત્રિત હોતા નથી કિન્તુ કોઈના કોઈ (અવચ્છેદક) ધર્મથી નિયત્રિત હોય છે. તથા તે તે વસ્તુમાં ઘટત્વ, દ્રવ્યત્વ વિ. અનેક ધર્મો હોવા છતાં બધા જ એક સાથે પ્રતિયોગિતા વગેરેના અવચ્છેદક હોતા નથી પરંતુ કોઈ એક નિશ્ચિતધર્મ જ પ્રતિયોગિતા વગેરેનો અવચ્છેદક હોય છે.
ટૂંકમાં એમ કહેવાય – અવિચ્છેદક ધર્મ એ અવચ્છિન્નધર્મને દબાવે છે. નિયત્રિત રાખે છે એમ કહે છે કે “હું જ્યાં રહું ત્યાંજ તારે હાજર રહેવાનું” દા.ત. ઘટત્વ જ્યાં હોય ત્યાં જ ઘટાભાવની પ્રતિયોગિતાને રહેવાનું. જો એ ૧૧૨ 38 8 % 8? 88 8 88 488 38 Q8 39 48 88 દર ઢ ઉઢ ઉઠે છે કે 68 ક ટ ટ ઠ્ઠરે કે ક & હૃકે ? $ $? ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org