________________
વિશેષ જ્ઞાતવ્ય :
૧. જ્યાં સમ્બન્ધ વૃત્તિ અનિયામક હોય ત્યાં ‘એક વિશિષ્ટ અપર’ અથવા ‘એક સમ્બદ્ધ અપર' એવી બુદ્ધિ કે ઉલ્લેખ થઈ શકે છે. દા.ત. બે ઊભી આંગળી એક બીજાથી સંયુક્ત હોય ત્યારે સંયોગસમ્બન્ધથી એક અંગુલી (તર્જની) વિશિષ્ટ અપર (મધ્યમા) અંગુલી અથવા એક અંગુલીસમ્બદ્ધ અપરઅગુંલી એવું કહી શકાય છે. એવી બુદ્ધિ પણ થાય છે. પરન્તુ ‘એક અંગુલીમાં અપરઅંગુલી' એવ બુદ્ધિ નહીં થાય, એવું કહી પણ ન શકાય.
૨. પ્રશ્ન → ખતવાનું ઘટ: આ સ્થળે વૃત્તિનિયામક સંયોગ છે તો પછી ઘટવદ્ નનમ્ એવી બુદ્ધિ કેમ નથી થતી ? અર્થાત્ ખત્તે ઘટ: અથવા જલમાં ઘટની આધારતા કેમ ભાસતી નથી ?
જવાબ → ઘટમાં જલની આધારતા પ્રતીત થાય છે. કારણકે જલપ્રતિયોગિક ઘટાનુયોગિક સંયોગસમ્બન્ધ આ સ્થળે વિદ્યમાન છે. જ્યારે ‘ઘટવદ્ નતમ્’ એવી બુદ્ધિ થવા માટે અર્થાત્ જલમાં ઘટની આધારતાની પ્રતીતિ થવા માટે ઘટપ્રતિયોગિકજલાનુયોગિક સંયોગસમ્બન્ધ હોવો જોઈએ. જે અત્રે નથી.
પ્રશ્ન → પહેલાં સ્વાભાવઆશ્રયતાસમ્બન્ધથી ‘યવત્ ભૂતત્વમ્’, પછી સ્વપ્રતિયોગિત્વસમ્બન્ધથી અભાવવાનુ ઘટઃ તથા સ્વનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકતાસમ્બન્ધથી ઘટવાન્ અભાવ ઇત્યાદિ ઘણું બધું કહ્યું છે. પરન્તુ ભૂતળમાં સ્વાભાવઆશ્રયતાસમ્બન્ધથી ઘટની આધારતા અથવા ઘટમાં અભાવની આધારતા કે અભાવમાં ઘટની આધારતા ભાસતી નથી. તો પછી આ બધા ઘટ અને અભાવ કે અભાવ અને ઘટના જોડી કાઢેલા સમ્બન્ધો જો વૃત્તિનિયામક હોય તો આધારતાની પ્રતીતિ થવી જોઈએ. અને જો સમ્બન્ધ વૃત્તિઅનિયામક હોય તો તત્તાની બુદ્ધિ અર્થાત્ “ઘટવાન્ અભાવ’ ઇત્યાદિ કઈરીતે કહી શકાય ?
જવાબ –→ આ બધા સમ્બન્ધો વૃત્તિઅનિયામક છે પણ છતાંય ‘ઘટવાન્ અભાવ' ઇત્યાદિ ઉલ્લેખ થાય છે. તે માત્ર એકવિશિષ્ટ અપરનો ઉલ્લેખ’ કરવા પૂરતા જ એવા પ્રયોગો થાય છે. ટૂંકમાં કહીએ તો જ્યાં આધારતા પ્રતીત ન થતી હોય ત્યાં માત્ર સાદું વૈશિષ્ટય જણાવવા પૂરતાં ‘ઘટવાન્ અભાવ’ ઇત્યાદિ પ્રયોગ થઈ શકે છે.
૧૧૦ 9 8 ક
Jain Education International
For Private & Personal Use Only
389 39 કર
www.jainelibrary.org