________________
(૨૧
અવચ્છેદક
અવચ્છેદક શબ્દના ઘણા અર્થો છે પ્રથમ અર્થ છે પ્રયોજક.
૧. દરેકવસ્તુને અનેક ચહેરા (રૂપ) હોય છે. દા.ત. એક માણસ, પુરુષ છે, બાપ છે, પુત્ર છે, વેપારી છે કોઈ સંસ્થાનો પ્રમુખ છે. લોકસભાનો અધ્યક્ષ છે વ.વ. બીજો કોઈ માણસ પોલીસ છે, અને ગૃહસ્થ પણ છે, પોતાના કુટુમ્બનો વડીલ છે. હવે પોતે જ્યારે પોલીસ તરીકે ફરજ બજાવે છે. ત્યારે કોઈ ગુનેગારને પકડી શકે, ક્યાંક જતો રોકી શકે છે, કોઈની જડતી લઈ શકે છે. તો આ બધું કાર્ય કરવામાં તેનો પોલીસ તરીકેનો અધિકાર આગળ આવે છે. અર્થાત્ એ પ્રયોજક બને છે. ઉપરાંત એ જ પોલીસ ક્યારેક પોતાના છોકરાને ખવડાવે - પીવડાવે ઘરની બહાર જતો અટકાવે છે. ઘરની કોઈ એક વસ્તુનું ખરીદ - વેચાણ કરે છે. આ બધા કાર્યમાં તેના ઘરનું વડીલપણું (વૃદ્ધત્વજયેષ્ઠત્વ) પ્રયોજક બને છે. કોઈની બેગની ઝડતી લેવી એમાં જયેષ્ઠત્વ પ્રયોજક નથી બનતું અને પોતાના ઘરનું સંચાલન કરે છે એમાં ગ્રામરક્ષકત્વ પ્રયોજક નથી એટલે એમ કહી શકાય કે બેગની જડતી લેવી વિ. કાર્યકારિત્વનું અવચ્છેદક ગ્રામરક્ષકત્વ છે. કાર્યકારિત્વ એ પ્રયોજ્ય છે. પ્રયોજ્યને અવિચ્છન કહેવાય. એટલે કહેવાય કે પરીક્ષણકાર્ય-કારિત્વ ગ્રામરક્ષકત્વાવચ્છિન્ન છે. તથા ગૃહસંચાલનકાર્યકારિત્વનું અવચ્છેદક જયેષ્ઠત્વ છે. અથવા ગૃહસંચાલનકાર્યકારિત્વ જયેષ્ઠત્વાવચ્છિન્ન છે. ૨. અવચ્છેદકનો અર્થ નિયત્રિત રાખનાર
એવો થાય છે. ભૂતલઉપર જ્યારે કોઈ પણ ઘડો ન હોય ત્યારે ભૂતલનિષ્ઠાભાવની પ્રતિયોગિતા ઘડામાં રહેશે. હવે ઘડાના અનેક ચહેરા છે. એ પદાર્થ છે. સત્ છે દ્રવ્ય છે પૃથ્વી છે માટી (દ્રવ્ય) છે એટલે કે ઘડામાં સત્ત્વ - પદાર્થત્વ - દ્રવ્યત્વ - પૃથ્વીત્વ - મૃત્ત્વ - ઘટત્વ વિ. અનેક ધર્મો છે. પરન્તુ ભૂતલમાં ઘડાનો અભાવ હોય ત્યારે સત્નો, પદાર્થનો, દ્રવ્યનો કે પૃથ્વીનો અભાવ છે એમ ન કહી શકાય, ઘડાનો અભાવ છે એમ કહી શકાય છે. એનું કારણ શું ? શું ઘડો એ દ્રવ્ય, પૃથ્વી કે માટી નથી ?
જવાબ → છે. છતાંય દ્રવ્ય વિ.નો અભાવ કહેવાતો નથી પણ ઘડાનો જ અભાવ ઉલ્લેખિત થાય છે. એનાથી એ ફલિત થાય છે કે આ ઘડાની અન્દર
8 કટ દૂર કરી ૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org