________________
૧) પ્રતિયોગી જો ઘટ હોય તો (અર્થાત્ ઘટનો અભાવ હોય ત્યારે) પ્રતિયોગિતા ઘટમાં રહે.
૨) પ્રતિયોગી જો જ્ઞાન હોય (અર્થાત્ અભાવ જ્ઞાનનો હોય) તો પ્રતિયોગિતા જ્ઞાનમાં રહેશે.
અર્થાત્ પ્રતિયોગી જે કોઈ પદાર્થ હોય (ચાહે આધાર, જ્ઞાન, પૃથ્વી, ચૈતન્ય વગેરે) તે પદાર્થમાં પ્રતિયોગિતા રહી શકે.
સપ્રતિયોગિક પદાર્થ
આધારતા, પ્રતિયોગિતા, વિષયતા, વિશેષ્યતા, હુસ્વદીર્ઘ, પ્રકારતા, સંસર્ગતા, વિશેષણતા, અવચ્છેદકતા, અભાવતા, અવચ્છેદ્યતા, નિરૂપકતા, નિરૂપ્યતા, પ્રતિપાદકતા, પ્રતિપાદ્યતા, કાર્ય/કારણ, વાચકતા, વાચ્યતા, પિતૃત્વ પુત્રત્વ, માતૃત્વ, ભ્રાતૃત્વ, પ્રતિબન્ધકતા, પ્રતિબધ્ધતા, કારણતા કાર્યતા, સ્વામિત્વ, સ્વત્વ આ બધા સપ્રતિયોગિક પદાર્થો કહેવાય.
જ્ઞાનનો પ્રકાશ્ય તે → જ્ઞાનનો વિષય કહેવાય.
જ્ઞાનથી પ્રકાશિત થનારી વસ્તુ તે જ્ઞાનનો વિષય કહેવાય.
પ્રશ્ન → જેમ અભાવ માટે કોનો અભાવ એ પ્રશ્ન થાય છે અને ઘટનો અભાવ કહીએ તો ઘટ પ્રતિયોગી કહેવાય. તેમ ઘોડા માટે પણ થઈ શકે, કોનો ઘોડો ? જવાબ → મંત્રીનો અથવા રાજાનો - તો પછી અહીં ઘટની જેમ મન્ત્રી કે રાજાને પણ ઘોડાનો પ્રતિયોગી કેમ ન કહેવાય ? તથા ઘોડાને પણ અભાવની જેમ સપ્રતિયોગિક કેમ ન કહેવાય ?
ન
જવાબ → અભાવના સમ્બન્ધી ઘડા વગેરેનો જ્યાં સુધી ઉલ્લેખ ન થાય ત્યાં સુધી અભાવની પૂર્ણ ઓળખ ન થાય. જ્યારે મન્ત્રી કે રાજા વગર પણ રસ્તા પર ઘોડો દેખાય ત્યારે ઘોડાની પૂરી ઓળખ થઈ શકે છે અર્થાત્ અભાવની ઓળખાણ માટે ઘટાદિના ઉલ્લેખની પરમ આવશ્યકતા છે જ્યારે ઘોડાની ઓળખ માટે મન્ત્રી વગેરેની પરમ આવશ્યકતા નથી માટે ઘોડાના સમ્બન્ધી મન્ત્રી કે રાજાને ઘોડાનો પ્રતિયોગી ન કહેવાય, અને ઘોડાને સપ્રતિયોગિક પણ ન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org