________________
૨. સવિકલ્પક (=વિશિષ્ટ) બુદ્ધિ. જે બુદ્ધિમાં એક પદાર્થ વિશેષણરૂપે અને એકપદાર્થ વિશેષ્યરૂપે ભાસે -અર્થાત્ એક પદાર્થમાં બીજો પદાર્થ વિશેષણરૂપે ભાસે - અર્થાત્ એક પદાર્થમાં બીજા પદાર્થનું વૈશિષ્ટય ભાસે, આવી બુદ્ધિને વિશિષ્ટબુદ્ધિ કહેવાય.
દા.ત. ‘ઘટ:’ એવું જ્ઞાન - એમાં ઘટમાં ઘટત્વના વૈશિષ્ટયનું અવગાહન થાય છે. અર્થાત્ આ જ્ઞાનમાં ઘડો આ કંઈક છે' એવી રીતે નહીં પરન્તુ ઘટત્વરૂપ વિશેષણથી અલંકૃત હોય એ રીતે ભાસે છે. માટે વિશિષ્ટ (ઘટ)ની બુદ્ધિ = વિશિષ્ટબુદ્ધિ. (જૈન મતે ‘અપાય’ કહેવાય.) ૩. વિશિષ્ટ વૈશિષ્ટયઅવગાહી બુદ્ધિ
દા.ત. ખાવાનું ઘટ: પત્ત્તવાન વૃક્ષઃ વગેરે બુદ્ધિઓ વિશિષ્ટવૈશિષ્ટયઅવગાહીબુદ્ધિ કહેવાય. (આ બુદ્ધિ વિશિષ્ટબુદ્ધિ (સવિકલ્પજ્ઞાન) તો છે જ પણ વધારામાં આ વિ.વૈ. સંજ્ઞા છે)
જે બુદ્ધિમાં એકપદાર્થ મુખ્ય વિશેષ્યરૂપે ભાસે - બીજો એના વિશેષણરૂપે અને ત્રીજો એનાય વિશેષણરૂપે ભાસે. દા.ત. નનવાન્ ઘટ: બુદ્ધિમાં જલત્વ જલના વિશેષણરૂપે ભાસે છે અને જલત્વરૂપ વિશેષણથી વિશિષ્ટરૂપે ભાસતું જલ વળી ઘડાના વિશેષણ રૂપે ભાસે છે. અર્થાત્ અહીં જલત્વથી વિશિષ્ટએવા જલનું વૈશિષ્ટ્ય ઘડામાં અવગાહિત (ભાસિત) થાય છે. માટે આ જ્ઞાન વિશિષ્ટના વૈશિષ્ટયનું અવગાહી કહેવાય.
फलवान् वृक्षः આ જ્ઞાનમાં ફલત્વરૂપ વિશેષણથી વિશિષ્ટ એવા ફલના વૈશિષ્ટ્યનું અવગાહન વૃક્ષમાં થાય છે. માટે ફલત્વરૂપ વિશેષણથી વિશિષ્ટ (ફલ)ના વૈશિષ્ટ્યનું અવગાહી આ જ્ઞાન કહેવાય.
એક પદાર્થથી અલંકૃત બનીને ભાસતા બીજા પદાર્થ વડે જ્યારે ત્રીજો પદાર્થ વિશિષ્ટ બનીને ભાસે-તેવા જ્ઞાનને વિશિષ્ટ-વૈશિષ્ટયઅવગાહિ જ્ઞાન કહેવાય.
રાજદરબારમાં એક ગરીબ માણસે રાજાને કહ્યું કે હું તમારો સાઢુભાઈ છું. કઈ રીતે ? કર્મરાજાને બે દીકરી, મોટી વિપત્તિ, જે મારી સાથે પરણાવી.. બીજી નાની અને લાડકી દીકરી સંપત્તિ એ તમારી સાથે પરણાવી. હવે કહો કે હું અને તમે સાઢુભાઈ ખરા કે નહીં ? રાજાએ ખુશ થઈને ઈનામ આપ્યું. આ રીતે જેને તર્કશાસ્ત્રમાં બરાબર સંબંધ જોડતા આવડે તેને ઈનામ મળે. (પ્રકરણ ૨૦મું)
కర కర కర కర త
-
Jain Education International
For Private & Personal Use Only
ૐ દ ૧૦૩
www.jainelibrary.org