________________
- ક્યાંક ક્રિયા ભેદક હોય. દોડતો ઘોડો અને ઊડતો ઘોડો.
- ક્યાંક સામાન્ય પોતે જ ભેદક હોય. દા.ત. ગાયમાં ગોત્વ, અશ્વમાં અશ્વત્વ. ગાય કરતાં અશ્વ જુદો છે.
- ન્યાયમતે આ બધા સાસ્ના વગેરે ઉપચારથી વિશેષ કહેવાય.
તે આ રીતે - વિશેષનું કાર્ય બે વસ્તુના ભેદને ઊભો રાખવાનું, ભેદ પાડવાનું, ભેદબુદ્ધિ ઉત્પન્ન કરવાનું છે.
ભેદ = વ્યાવૃત્તિ = નિવૃત્તિ, ભેદબુદ્ધિ = વ્યાવૃત્તિબુદ્ધિ.
સામાન્યનું કાર્ય અનુવૃત્તિ (અનુગતાકાર = સમાનાકાર) બુદ્ધિ કરાવવી તે છે. ગોત્વ, અશ્વત્વ વગેરે તો અનુગતાકારબુદ્ધિકારક તરીકે માનેલા છે. સામાન્યરૂપે માનેલા છે. માટે એનાથી ક્યારેક ભેદબુદ્ધિ થતી હોય તો તેટલા પૂરતા ઉપચારથી વિશેષ કહેવાય. જો એને વાસ્તવિક વિશેષ માની લઈએ તો એના સામાન્યસ્વરૂપનો ભંગ થઈ જાય.
- જૈન દર્શનમાં આવી જડતા નથી અર્થાત્ સાચી ભેદબુદ્ધિ થવા છતાં ઉપચાર માનવાની પીડા નથી. કારણકે જૈનમતે બધી જ વસ્તુ સ્વયં સામાન્ય - વિશેષ ઉભયાત્મક છે. ગોત્વ ગાય - ગાય' એ અનુગત બુદ્ધિ અને “ઘોડાથી અલગ, ભેંસથી અલગ), એવી વ્યાવૃત્તિબુદ્ધિ અને વગર પક્ષપાત કરાવે છે.
નહીં તો ગો_વગેરેને “વિશેષ રૂપ જ માનો અને જ્યાં સરખાપણાની બુદ્ધિ કરાવે ત્યાં એને “ઉપચારથી સામાન્ય માનવું - આવું કેમ નથી કરતા? એટલે ન્યાયમતે પીડા છે એ જેનમતે ઉભયસ્વરૂપ માનવાથી ટળી જાય છે.
ન્યાયમતે ગોતવગેરેને ગાયવગેરેનો સ્વતન્નધર્મ માન્યો છે. જ્યારે જૈનમતે ગોત્વ અને ગાય એક જ છે. (કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન) માટે ગાય પોતે જ સામાન્યરૂપ પણ છે અને વિશેષરૂપ પણ છે. ધર્મ-ધર્મીનો સર્વથા ભેદ નથી.
ગાય પોતે જ અન્યગાયો સાથે સમાનબુદ્ધિનું નિમિત્ત (સામાન્ય) છે અને અશ્વાદિ સાથે ભેદબુદ્ધિનું નિમિત્ત છે. એટલે કે વિશેષ છે.
- તો પછી ન્યાયમતે વાસ્તવિક વિશેષ કોણ? કે જે પંચમપદાર્થરૂપ છે? - નિત્યદ્રવ્યમાં અર્થાત્ પરમાણુ અને આત્માવગેરે નિત્યદ્રવ્યમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org