________________
અર્થાત્ ઘટ અને ઘટભેદનો ભેદ – બન્ને એક નથી. ભેદ ક્યાં રહે > ભેદ હંમેશા પ્રતિયોગી સિવાય બીજે બધે હોય, ફક્ત પ્રતિયોગીમાં ન રહે. ઘટભેદ ઘટ સિવાય બીજે બધે રહે, પણ ઘટમાં ન રહે. અશ્વભેદ અશ્વ સિવાય બીજે બધે રહે, પણ અશ્વમાં ન રહે. ગોમેદ ગો સિવાય બીજે બધે રહે, પણ ગોમાં ન રહે. ઘટભેદનો ભેદ ઘટભેદ સિવાય બધે રહે પણ ઘટભેદમાં ન રહે. ઘટભેદ ઘટમાં રહેતો નથી. તે ઘટભેદનો ભેદ ઘટમાં રહે છે.J : બંને એક નથી. ૩. અત્યન્તાભાવ અને ભેદ બને નિત્ય પદાર્થ છે. ઘટાદિનો ભેદ ઘટાદિને છોડીને અન્યત્ર સદાસ્થાયી છે. (સર્વકાલવૃત્તિ = સદાસ્થાયિ = નિત્ય, વ્યાપક = સર્વદેશવૃત્તિ = વિભુ) અર્થાત્ ઘટસિવાય સર્વત્ર ઘટભેદ કાયમ રહેનાર હોવાથી ભેદ નિત્ય પદાર્થ છે, પણ વિભુ નથી.
અધિકરણ – અગ્નિ વગેરે જુદાજુદા હોવા છતાં એક પ્રતિયોગીનો (ઘટનો) ભેદ એક જ હોય છે.
ઘટભેદનો અત્યન્તાભાવ ફક્ત ઘટમાં જ રહે. ઘટત્વ પણ ફક્ત ઘટમાં જ રહે.
માટે કોઈના મતે ઘટભેદભાવ = ઘટત્વ (જાતિ). કોઈક બને ને જુદા જ માને છે.
૪. પ્રશ્ન - ઘટનો અત્યન્તાભાવ નિત્ય કઈ રીતે? જવાબ - ભૂમિ પર રહેલો ઘડો
કરંડીયામાં રહેલો ઘડો આ બધા ઘડા ભિન્ન ભિન
કુંભારવાડામાં રહેલો ઘડો ૨ છે. એટલે કે અધિકરણભેદથી પ્રતિયોગી ભિન્ન છે. પણ જ્યાં જ્યાં ઘટાભાવ છે ત્યાં બધે ઘટાભાવ એક જ હોય છે. એક જાતના પ્રતિયોગીવાળો અભાવ સર્વત્ર એક જ હોય છે. એટલે કોઈ ઠેકાણે ઘડો હોય ત્યારે ભલે ઘટાત્યન્તાભાવ ત્યાં ન દેખાય પણ અન્યત્ર તો હોય જ છે. માટે અત્યન્તાભાવ નિત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org