________________
ત્યારે કાર્ય ન થાય તો ત્યાં પ્રતિબન્ધકના કારણે કાર્ય ન થયું એમ ન કહેવાય.
દવા ન લે અને રોગવિનાશ ન થાય તો ત્યાં ભારેકર્મ પ્રતિબન્ધક ન કહેવાય - પણ, દવા લેવા છતાં રોગનાશ ન થાય તો ત્યાં ભારે કર્મ પ્રતિબન્ધક કહેવાય. રોગનાશ - કાર્ય, ભારે કર્મ - પ્રતિબન્ધક, દીક્ષા લેવા માટે પ્રયત્ન જ ન કરે અને કહે કે અન્તરાય કર્મો ભારે પ્રતિબંધક છે તો એ ખોટું કહેવાય. દીક્ષા લેવા માટે પ્રયત્ન ઘણા કરે - પણ સફળતા ન મળે તો ત્યાં અન્તરાયકર્મ પ્રતિબંધક કહેવાય. ખીચડી બનાવવા દાળ-ભાત ચૂલે ચડાવ્યા છતાં ય ખીચડી ન બને તો કોઈનો મત્રજાપ પ્રતિબન્ધક કહેવાય. અગ્નિસ્પર્શ કરવા છતાં હાથ વગેરે બળે નહીં તો ચન્દ્રકાન્ત મણિ પ્રતિબંધક કહેવાય. (મુઠ્ઠીમાં ચન્દ્રકાન્ત મણિ હોય) સીતાજીનો શીલધર્મ અગ્નિદાહમાં પ્રતિબંધક બન્યો. પ્રતિબન્ધકના પ્રભાવે જે કાર્ય રોકાઈ જાય, અટકી પડે તે કાર્યને પ્રતિબધ્ધ કહેવાય. (પ્રતિબદ્ધ=નિરુદ્ધ-અવરુદ્ધ પણ કહી શકાય.) કાર્યસિદ્ધિ માટે પ્રતિબન્ધકની ગેરહાજરી પણ જરૂરી છે. ફલિતાર્થ – પ્રતિબન્ધકનો અભાવ પણ ન્યાયમતે એક જાતનું કારણ છે.
જગતનાં મૂળતત્ત્વો - પદાર્થો જૈનમતે – ૧. ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યા ૨. જીવ - અજીવ ૩. જડ - ચેતન ૪. દ્રવ્ય - ગુણ - પર્યાય ૫. જીવ - અજીવ - પુણ્ય પાપ - આશ્રવ - સંવર - બધા -નિર્જરા - મોક્ષ ૬. જીવ - પુલ - ધર્માસ્તિકાય - અધર્માસ્તિ - આકાશ - કાળ.
જૈન દર્શનમાં દરેક વસ્તુનું નિરૂપણ સંભવિત અને ઉપયોગી એવા અનેક દષ્ટિકોણોથી કરવામાં આવે છે - એટલે પદાર્થવ્યવસ્થાનું નિરૂપણ પણ અનેક દૃષ્ટિકોણોથી વ્યાપકરૂપે થયેલું જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org