________________
સાધ્યાભાવનું અધિકરણ = સાધ્યાભાવવદ્.
‘ત્યાં હેતુ પણ ન હોય’ = હેતુનો અભાવ હોય અર્થાત્ તેમાં હેતુ અવૃત્તિ
હોય.
સાધ્યાભાવવમાં હેતુ અવૃત્તિ હોય.
સાધ્યાભાવવદ્-અવૃત્તિ હેતુ
(હેતુ માં) માધ્યામાવવત્ પ્રવૃત્તિત્વ (= વ્યાપ્તિ)
ઉદાહરણ વાદી-પ્રતિવાદી ઉભયસમ્મત હોવું જોઈએ. નિર્વિવાદ હોવું
જોઈએ.
જેની સામે સમજાવવા માટે અર્થાત્ પરાર્થાનુમાન જગાડવા માટે પ્રયોગ કરાય છે તે વ્યક્તિને જ્ઞાત (પ્રસિદ્ધ) હોય તેવું ઉદાહરણ અપાય.
અન્વયી ઉદાહરણ
જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય હોય.
જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ હોય.
દા.ત. રસોડું (મહાનસ), સ્મશાન, સળગતી અગરબત્તી, હોકો.
વ્યતિરેજી ઉદાહરણ
જ્યાં સાધ્ય ન હોય ત્યાં હેતુ પણ ન હોય.
જ્યાં વહ્નિ ન હોય ત્યાં ધૂમ પણ ન હોય.
ન
દા.ત. પાણીની કોઠી, પાણીનો ઘડો, સિદ્ધશિલા, તમાકુનું ગોદામ, ઉપાશ્રય, નદી, તળાવ, હદ, ગટર વિ.
* પક્ષ કદાપિ ઉદાહરણરૂપે પ્રસ્તુત ન થાય.
પક્ષસદેશ (પક્ષનો ભાઈ) પણ (ચિમની) ઉદાહરણ ન બની શકે.
★ सिद्धात्मा परमसुखी क्षीणकर्मत्वात् यथा संसारिजीवः, यत्र परमसुखं नास्ति तत्र क्षीणकर्मत्वं नास्ति यथा संसारिजीवः ।
અહીં સંસારીજીવનું ઉદાહરણ વ્યતિરેકી છે. આ અનુમાન પ્રયોગને કેવલવ્યતિરેકી સ્થળ કહેવાય.
બધી જગ્યાએ અન્વયી - વ્યતિરેકી બંને પ્રકારના ઉદાહરણો મળવા જોઈએ એવો નિયમ નથી.
સ એસ ક કામ કર &
Jain Education International
For Private & Personal Use Only
એક ૩૫
www.jainelibrary.org