________________
સવારે તડકાથી સૂર્યોદયનું અનુમાન થાય છે. તડકો પશ્ચિમની ભીંત ઉપર છે. સૂર્યોદય પૂર્વમાં છે - પૂર્વદિશામાં (અર્થાત્ સૂર્યોદયરૂપ સાધ્યવાળી પૂર્વદિશા જે પક્ષ છે ત્યાં) તડકો નથી જોયો તડકો તો પશ્ચિમદિશાની ભીંત ઉપર જોયો એટલે તડકારૂપી હેતુમાં પક્ષસત્ત્વ નથી છતાં પણ સૂર્યોદયનું
અનુમાન થઈ જાય છે. , ૨. ગાજવીજ = ગડગડાટ મેઘ = વાદળા
સાધ્ય ભોંયરાની અંદર ગાજવીજ સાંભળી અને ગગનમાં મેઘ હોવાનું
અનુમાન થયું. ૩. ગામને પાદર વહેતી નદીમાં પુર દેખાયું તો ઉપરવાસમાં ત્યારે વરસાદ
પડ્યાનું અનુમાન થયું. આ ત્રણે દાખલામાં હેતુમાં પક્ષસત્ત્વ ન હોવા છતાં અન્યથાનુપપત્તિના બળે અનુમાન થાય છે.
હેતુ શબ્દના વિવિધ અર્થ ૧. વ્યાપ્ય (= જ્ઞાપક = લિંગ) ૨. અહીં આવવાનો હેતુ શું? મને પૂછવાનો શું હતું?
હેતુ = પ્રયોજન ૩. અગ્નિ ધૂમનો હેતુ છે. ધૂમની હેતુસામગ્રીમાં અગ્નિ મુખ્ય
હેતુ = કારણ [ ધૂમ અગ્નિનો જ્ઞાપક હેતુ છે = ઉત્પાદક = જનક [ અગ્નિ ધૂમનો કારક હેતુ છે. (કારણ છે).
(કારણ શબ્દના પણ બે અર્થ છે. ૧. કારક હેતુ ૨. પ્રયોજન = ફળભૂત) ૪. પુત્રના લગ્નહેતુથી જમવાનું આમંત્રણ. હેતુ = નિમિત્ત-મહાનિશિથ જોગ
હેતુથી (નિમિત્તથી) પાર્શ્વનાથ પૂજન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org