________________
પ્રશ્ન → ભાષાજ્ઞાન નથી એટલે શું ? જવાબ → ‘આ શબ્દનો આ અર્થ’
અથવા ‘આ અર્થ માટે આ શબ્દ વપરાય.'
દા.ત. ‘ઘો....ડો’ આ શબ્દનો ચાર પગવાળું નજરે દેખાતું જનાવર.... એ અર્થ.
અથવા નજરે દેખાતા ચાર પગવાળા જનાવર માટે ઘો....ડો' શબ્દ વપરાય. આવું ‘શબ્દ - અર્થ વચ્ચેના સમ્બન્ધનું જ્ઞાન, ન હોવું (ભાષાજ્ઞાન હોતું નથી.)
શબ્દ અર્થ વચ્ચે ક્યો સમ્બન્ધ છે ?
‘ઘોડો' શબ્દ સાંભળવાથી ગાયનું ભાન થતું નથી, ગાય શબ્દ સાંભળવાથી ઘોડાનું ભાન થતું નથી.
એનાથી શું નિશ્ચિત થાય છે ?
તો કે નિયત શબ્દને નિયત અર્થ સાથે સમ્બન્ધ હોય છે (અમુક શબ્દને અમુક જ અર્થ સાથે સમ્બન્ધ છે.) એ સમ્બન્ધને વાચ્ય - વાચકભાવ સમ્બન્ધ કહેવાય. (ટૂંકામાં સંકેત કહેવાય.)
સંકેતજ્ઞાન – વાયવાચકે સમ્બન્ધ જ્ઞાન
= ‘આ શબ્દનો આ અર્થ’/‘આ અર્થ માટે આ શબ્દ' આવું જે જ્ઞાન. સંકેતજ્ઞાન ને વૃત્તિજ્ઞાન પણ કહેવાય. (સંકેત = વૃત્તિ)
સંકેત / વૃત્તિના બે ભેદ ૧. શક્તિ અને ૨. લક્ષણા. (વૈયાયિક મતે)
દા. ત. કાંતિ કાનથી વાંચે છે આ વાક્યમાં કાન શબ્દનો શક્તિ નામના સંકેતથી કર્મેન્દ્રિય અર્થ થાય પણ એ અહીં ઘટે નહીં. માટે જ્યાં શક્તિથી અર્થ ન ઘટે ત્યાં લક્ષણા સમ્બન્ધથી અર્થ ઘટાવવો પડે. અહીં કાનથી એટલે ‘કાન ઉપર ટેકવેલા ચશ્માથી' વાંચે છે - આવો અર્થ લક્ષણાથી થાય.
દરેક શબ્દ ઉપરથી બે અર્થ યથાયોગ્ય પકડી શકાય. શક્તિ નામના
૪૨ 8 9 8 8 9 8 0
૨ સર ક ક ક ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org