________________
૫. શ્રાવણપ્રત્યક્ષ → શબ્દ (ધ્વનિ) + શ્રવણેન્દ્રિય + મન + આત્મા આ રીતે સાંકળ જોડાવાથી થાય.
૬. માનસપ્રત્યક્ષ → અભ્યન્તરવિષયોમાં સુખ અને દુ:ખ અને આત્મદ્રવ્ય એનું હંમેશા માનસપ્રત્યક્ષ થાય.
સુખ / દુઃખ + આત્મ + મન → “હું સુખી / દુ:ખી થયો” પ્રત્યક્ષ. મન + આત્મા → આત્માનું માનસપ્રત્યક્ષ અઽસ્મ → ‘હું છું’ એવો અનુભવ.
ચાક્ષુષપ્રત્યક્ષ
આકાર અને દ્રવ્ય આ બે વિષયો નેત્ર અને ત્વગિન્દ્રિય બંનેથી પ્રત્યક્ષ થાય. તે સિવાય બાકીના વિષયો ફક્ત એક / એક ઇન્દ્રિયથી જ પ્રત્યક્ષ થાય ત્યાં એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયના વિષયમાં માથું મારતી નથી. તેના ડીપાર્ટમેન્ટ અલગ અલગ વહેંચાયેલા છે. રૂપ નેત્રથી જ દેખાય. સ્પર્શ ત્વગિન્દ્રિયથી જ પ્રત્યક્ષ થાય ઇત્યાદિ (આ ન્યાયદર્શનની માન્યતા છે.)
પ્રશ્ન :- ચક્ષુ અને વિમાન આ બેનું મિલન તો થતું નથી, તો વિમાનનું ચાક્ષુષપ્રત્યક્ષ સંનિકર્ષ વિના (સાંકળ | ચેઇન બન્યા વિના) કઈ રીતે થશે ?
જવાબ :- આંખની કીકીના અધિષ્ઠાનમાં સૂક્ષ્મ ચક્ષુ ઇન્દ્રિયનો વાસ છે અને એ ઠેઠ વિષય સુધી પહોંચી જાય છે. ગતિ અત્યન્ત શીઘ્ર છે એટલે ઠેઠ રાત્રે ઉપર તારા સુધી તરત જ પહોંચી શકે.
પ્રાપ્યકારિત્વ → પ્રાપ્ય એટલે સમ્પર્ક કરીને, કારત્વ એટલે પ્રત્યક્ષ કરવું. ચક્ષુરિન્દ્રિય → ન્યાય વૈશેષિક - સાંખ્યના મતે પ્રાપ્યકારી છે. જૈનમતે અપ્રાપ્યકારી છે. પ્રાપ્યકારી ન હોવા વિશે તે બાધકોની રજૂઆત કરે છે. બાધકતર્ક આપત્તિ અનિષ્ટ પ્રસંગ આપાદન આ બધા એકાર્થક શબ્દો છે.
=
અનિષ્ટ પ્રસંજન અનિષ્ટ
નૈયાયિકમતે ચક્ષુ જો પ્રાપ્યકારી હોય તો (બાધકતર્કો)
૧ અગ્નિને જોતા બળી જાય.
Jain Education International
-
-
-
For Private & Personal Use Only
=
છે એક ૧૧
www.jainelibrary.org