________________
એવી રીતે ગુલાબ / કેરોસીન વગેરે દ્રવ્યો હવા વગેરે અન્ય દ્રવ્યોને સ્વગન્ધથી વાસિત કરે છે. તે વાસ પણ સમાન હોવાથી ગુલાબની સુવાસનો અનુભવ થાય છે.
રૂપથી અન્ય દ્રવ્ય વાસિત થતું નથી તેથી ચક્ષુઇન્દ્રિયને પ્રાપ્યકારી ન મનાય. એ રીતે રસપણ ફેલાતો નથી. માટે રસનેન્દ્રિયને તો પ્રાપ્યકારી જ માનવી પડે.
મુખ્યવાત → નાક પણ વિષય પાસે જતું નથી. કાન પણ દૂર શબ્દ પાસે જતો નથી. આંખ પણ દૂર વિષય પાસે જતી નથી. છતાં આંખને જ અપ્રાપ્યકારી મનાય છે. નાક-કાનને નહીં - એનો ઉપર કહ્યો એ ખુલાસો જાણવો.
=
કાચની કેબીનમાં ઊભેલાને બહારના ગુલાબનું દર્શન થાય પણ એની વાસ આવતી નથી, તેમજ તેની બહાર વાગતા વાજિંત્રનો અવાજ સંભળાતો નથી. માટે ચક્ષુ જ અપ્રાપ્યકારી છે. જ્યારે દૂર રહેલા શબ્દનું કાન પાસે આગમન થવાથી શબ્દ સંભળાય છે. જોકે દૂર રહેલા ગુલાબનું નાક પાસે આગમન થતું નથી પણ એના વિખરાતા સુગન્ધી દ્રવ્ય અથવા વાસિત થયેલા દ્રવ્યની સુગન્ધ નાક પાસે આવે છે તેથી સુવાસ અનુભવાય છે. માટે કાન અને નાક અપ્રાપ્યકારી નથી.
બૌદ્ધમતે શ્રોત્રેન્દ્રિય અપ્રાપ્યકારી છે.
મન બધાના મતે અપ્રાપ્યકારી છે. કારણ - બાહ્ય વિષય સાથે સમ્પર્ક કર્યા વિના જ મનથી બાહ્ય વિષયનો સાક્ષાત્કાર થાય છે. દા.ત. સીમંધર સ્વામીના દર્શન થઈ શકે. તેમની દેશના સાંભળી શકાય. તેમનાં ચરણસ્પર્શ થઈ શકે. અને સમવસરણમાં થતી પુષ્પવૃષ્ટિની સુગન્ધ લઈ શકાય. માટે મન અપ્રાપ્યકારી છે.
જૈનદર્શનમાં સ્પષ્ટ પ્રત્યક્ષમ્ આવી પ્રત્યક્ષની વ્યાખ્યા આપેલી છે. અનુમાન વગેરે બીજા જ્ઞાનો કરતાં પ્રત્યક્ષ જ્ઞાન વધુ વિશદ એટલે કે અધિક વિશેષતાઓથી અલંકૃત હોય છે.
8 8 8 9 એમ સહ્રાસ
Jain Education International
For Private & Personal Use Only
આ ૧૫
www.jainelibrary.org