________________
પર્વતો વર્તિમાનું ધૂમાત્ પક્ષ – પર્વત સપક્ષ – મહાનસ | વિપક્ષ – સમુદ્ર, તળાવ
(રસોડું) (નેત્રવાન્ પ્રદેશ) अनिश्चितसाध्यवान् । निश्चितसाध्यवान् । निश्चितसाध्याभाववान्
વિપક્ષમાં હેતુ ન રહેવો જોઈએ. હેતુ (વ્યાપ્ય) એ સાધ્ય (અગ્નિ)નો ખાસ વિશ્વાસુ હોય. (સાધ્ય જ્યાં ન હોય ત્યાં હેતુ પણ જઈને બેસે નહિ)
હેતુ એટલે સતી અને સાધ્ય એટલે પતિ. ૧. પત્ની જો પતિ પાસે ન જ રહે અને પતિને બદલે પરપુરુષ સાથે જ રહે
તો એને પતિવિરોધી કહેવાય. એ રીતે હેતુ જો સાધ્ય સાથે ન જ રહે અને વિપક્ષમાં જ રહે તો એ હેતુ સાધ્યવિરોધી કહેવાય. માટે હેતુમાં વિરુદ્ધત્વ
દોષ કહેવાય. ૨. પત્ની જો પતિ પાસે પણ રહે અને પરપુરુષ સાથે પણ રહે તો
વ્યભિચારિણી કહેવાય. (પતિદ્રોહી કહેવાય.) એવી રીતે હેતુ સાધ્ય સાથે પણ રહે અને સાધ્યાભાવ સાથે પણ રહે તો હેતુ વ્યભિચારી = અનેકાન્તિક = સાધ્યદ્રોહી કહેવાય. હેતુમાં વ્યભિચાર અથવા સાધ્યદ્રોહ દોષ કહેવાય. હેતુ વિપક્ષમાં ન હોવો જોઈએ = હેતુ વિપક્ષવૃત્તિ ન હોવો જોઈએ. = હેતુ વિપક્ષમાં અવૃત્તિ હોવો જોઈએ. = હેતુમાં વિપક્ષ અવૃત્તિત્વ હોવું જોઈએ. = હેતુમાં વિપક્ષવ્યાવૃત્તિ હોવી જોઈએ. ચેતના પત્ની છે. આત્મા એનો પતિ છે. માટે ચેતનાને સતત આત્મામાં જ રમતી રાખવી જોઈએ. જ્યાં સુધી એ વિષયોમાં રમે છે ત્યાં સુધી એને સતી કોણ કહેશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org