________________
શેષ-વિશેષ
- વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મ. સા.
“વિક્રમ સંવત ૧૨૮૫ના અરસામાં શ્રી પાર્શ્વનાથ ચરિત્રાદિ વિંશતિ (૨૦) પ્રબંધના કર્તા આચાર્ય શ્રી વિનયચંદ્રસૂરિ વિદ્યમાન હતા. તેમનો “કવિશિક્ષા” નામનો કાવ્યસાહિત્ય પર રચેલ (વિનયાંક) ગ્રંથ તાડપત્ર પર પાટણ ભંડારમા વિદ્યમાન છે. તે કવિ તેમાં કહે છે કે શ્રી બપ્પભટ્ટી ગુરુની વાણીમાં કવિશિક્ષા કરીશ.
?
नत्वा श्रीभारतीं देवीं बप्पभट्टीगुरो गिरा । काव्यशिक्षां प्रवक्ष्यामि, नानाशास्त्रनिरीक्षणात् ॥
શ્રી બપ્પભટ્ટીસૂરિ કાવ્યશૈક્ષ કહેવાતા હતા અને તેમની રચેલી કાવ્યશિક્ષાનો શ્રી વિનયચંદ્રસૂરિએ પોતાના ગ્રંથમાં ઉપયોગ કરેલો હશે. પ્રસ્તુત શિક્ષામાં તે વખતના ૮૪ દેશોની માહિતી આપેલ છે. તે પૈકી સુરાષ્ટ્ર નવહજાર ગામનો, લાટદેશ એકવીશ હજાર ગામનો, ગૂર્જર દેશ સિત્તેર હજાર ગામનો વિગેરે જણાવ્યું છે. પ્રાયઃ આ વિનયચંદ્રસૂરિએ વિ. સં. ૧૨૮૬માં શ્રી મલ્લિનાથ ચરિત્ર મહાકાવ્ય રચ્યું ને આ. શ્રી ઉદયસિંહસૂરિએ રચેલી ધર્મવિધિ વૃત્તિને સુધારી હતી.”
(૫૬૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પેજ-૨૬૮)
શ્રી મલ્લિનાથ ચરિત્ર (વિ. સં. ૧૨૮૬) આના કર્તા ‘ચન્દ્ર' ગચ્છના આ. શ્રી વિનયચન્દ્રસૂરિ છે. એટલે કે આ. શ્રી રવિપ્રભસૂરિ કે પછી આ. શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય થાય છે. એમણે શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર અને શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
20