________________
દ્વીપે નિર્વાણકલ્યાણક નિમિત્ત અષ્ટાલિકા મહોત્સવ ઉજવી સી પોત-પોતાના સ્થાને ગયા. પ્રાન્ત ગ્રંથકારે સવિસ્તૃત પ્રશસ્તિ આપી છે. તે અંગેનો પરિચય “શેષ-વિશેષ” માં આપેલ છે.
મુનિશ્રી ધર્મતિલક વિજયજી ગણિએ આ ગ્રંથનું સંશોધન કર્યું છે. તો સા. શ્રી સૌમ્યજ્યોતિશ્રીજીએ સંકલન-સંપાદન કર્યું છે. તે ઉભય ધન્યવાહાઈ છે. પ્રાન્ત આ ચરિત્રગ્રંથના વાંચનમનન દ્વારા વૈરાગ્ય પામી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ ચારિત્રને પામી ક્રમશઃ આપણે સૌ વહેલામાં વહેલા પરમપદના ભોક્તા બનીએ એજ શુભાભિલાષા.
વિ. સં. ૨૦૭૧ ફાગણ વદ-૮, સોમ તા.૧૪-૩-૨૦૧૫ વસંતકુંજ-પાલડી અમદાવાદ
પરમગુરુદેવ કલિકાલના ધન્ના અણગાર પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી કાંતિવિજયજી ગણિવરનો વિનેય આવિજય નરચંદ્રસૂરિ
09