________________
આઠમાવ્રત ઉપર :- લોભનંદીની કથા છે વચ્ચે અવાંતર કથા તરીકે આ. શ્રી અજિતપ્રભસૂરિ કૃત શાંતિનાથ ચરિત્રમાં આવતી રત્નચૂડ જેવી કથા છે. અનીતિપુરે ગમન-વંચક (ઠગ) લોકોના હાથમાં અત્તે ગણિકાના વચને ધન પાછું મેળવે છે. તેવી કથા આમાં બતાવી છે. અને સ્વરોદય શાસ્ત્રનું સુંદર વર્ણન કર્યું છે.
દશમા વ્રત ઉપર ઃ- ધનસેનનું કથાનક છે. તેમાં વચ્ચે અવાંતર કથા તરીકે ચંદ્રયશાનું નવભવનું ચરિત્ર બતાવ્યું છે. પરંતુ ભાવોની ગણના કરતા સાત જ ભવ થાય છે. તેમાં કહ્યું છે કે દુષ્ટ દેવીદેવતાઓ જિનપ્રતિમા પાસે રહી શકતા નથી. - શ્લો. ૮૮૦
અગ્યારમાં વ્રત ઉપર :- શ્રી મલ્લિનાથ પ્રભુના સમયમાં થયેલા શિખરસેન રાજાની કથા છે. તે પૂર્વના ભીલના ભાવમાં માર્ગ ભૂલેલા મુનિવર પાસેથી ધર્મશ્રવણ કરી પૌષધવ્રતની નિર્મળ આરાધના કરતા હતા, એકવાર સિંહનો ઉપદ્રવ થયો છતાં ડગ્યા વિના સમાધિથી મૃત્યુ પામી શિખરસેન રાજા થયા તેવું જાણતા જ પ્રભુજી પાસે સંયમધર્મનો સ્વીકાર કરી અન્તકૃત કેવલી બની મોક્ષે પધાર્યા.
સગંજો પ્રભુજીના માતા-પિતા-છ મિત્ર રાજા બધાએ દીક્ષા સ્વીકારી પ્રભુ પહેલા જ છએ મિત્રરાજાઓ મોક્ષે પધાર્યા. ભિષ આદિ ૨૭ ગણધરો-ચતુર્વિધ સંઘ-શાસનરક્ષક યક્ષ-યક્ષિણીની સ્થાપના કરી પ્રભુજી ભવ્યજીવો ઉપર ઉપકાર કાજે પૃથ્વીતલને વિષે વિહાર કરવા લાગ્યા ઇત્યાદિના વર્ણનપૂર્વક સર્ગની પરિસમાપ્તિ.
આઠમા સર્ગમાં - નામમાત્રથી આસ્તિક બાકી પ્રદેશી રાજાની જેમ નાસ્તિક એવા રાજાના ચંદ્રપુરનગરમાં પૃથ્વીતલને પાવન
17