________________
તેથી તે પ્રભુની ત્રિકાળપૂજા (૩૦૧ થી ૩૦૭) પિતા દેવ દ્વારા નલનું કુજીકરણ. નલે શુંશુમારપુરમાં શ્રી નમિનાથ પ્રભુના ચૈત્યના દર્શન કર્યા. અત્તે અનેક દુઃખોને વેઠવાપૂર્વક શ્વશુરગૃહે બન્નેનો મેળાપ-ઇત્યાદિ વાતો વિસ્તારસહિત બતાવી છે.
સાતમા સર્ગમાં - વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા આ સર્ગમાં શ્રાવકના બાવ્રતનું વર્ણન બતાવ્યું છે તેમાં.
પહેલાવ્રત ઉપર - સુદત્તશ્રેષ્ઠિ પુત્રની કથા છે તે શ્રીચંદ્રપ્રભ સ્વામી પાસે દીક્ષા લઈ ચોથા દેવલોક જઈ પછીના ભવમાં મોક્ષ પધાર્યા.
બીજા વ્રત ઉપર :- જંબૂદ્વીપના ઐરાવતક્ષેત્રમાં થયેલ તલચોર સંગમની કથા પ્રભુએ બતાવી છે.
પાંચમા વ્રત ઉપર :- શ્રી મલ્લિનાથ પ્રભુના કાળમાં થયેલા ભોગદત્ત-સુદત્તની કથા છે અને બન્ને જણ પ્રભુજી પાસે દીક્ષા ગ્રહણ કરી સુંદર સંયમ જીવન જીવી મોક્ષે પધાર્યા. - છઠ્ઠા વ્રત ઉપર :- પુષ્પરાવર્તના ઐરાવત ક્ષેત્રમાં થયેલા વિલાસી મિત્રાનંદની કથા છે. અવાંતર કામલતા ગણિકા જેવી ગણિકાની કથા છે. પતિ પાસેથી રાજા અપહરણ કરે છે તેણીની રાજાને મારી પતિ પાસે જાય છે ત્યાં સર્પદંશથી પતિ મૃત્યુ પામે છે. અન્ત પરદેશ જતા અચાનક વેશ્યાને ત્યાં આવતા શ્રેષ્ઠ ગણિકા બને છે. તેમાં પોતાનો જ પુત્ર અચાનક આવતા તેની સાથે ભોગ ભોગવે છે ખબર પડતા જ પુત્ર અગ્નિશરણ સ્વીકારે છે. પોતે અગ્નિશરણ સ્વીકારવા છતા ન મરતા ભરવાડના હાથમાં આવે છે અત્તે ભરવાડણ બને છે. કર્મની ગતિ કેવી વિચિત્ર હોય છે તેનું તાદશ ઉદાહરણ છે.
16