________________
સુંદર વાતો બતાવી છે. અને છએ મિત્રો સાથે પંચમુષ્ટિ લોચ કરી સંયમધર્મનો સ્વીકાર કરે છે.
બીજા સર્ગમાં - ગુરુભગવંત સાથે વિહાર કરતા કરતા જ્ઞાનાદિનો અભ્યાસ કરતા કરતા અનુક્રમે ગીતાર્થ બન્યા. ગુર્વાજ્ઞાથી છએ મુનિવરો સાથે વિચરતા વિચરતા મહાબલ રાજર્ષિ પુત્રની રાજધાનીમાં પધાર્યા. મહાબલમુનિની વૈરાગ્યજનક, ઉપમિતિની શૈલીમાં વર્ણવેલા સંસારનગરમાં વસતા કર્મપરિણામ રાજા અને ચારિત્રધર્મરાજાના સંબંધવાળી ધર્મદેશનાના પ્રતાપે બળભદ્ર રાજાએ બારવ્રત સ્વરૂપ ગૃહસ્થધર્મનો સ્વીકાર કર્યો ને માસકલ્પાને સાતે મુનિવરોએ ત્યાંથી વિહાર કર્યો. તેઓ સાતેએ સમાનતપ કરવાની પ્રતિજ્ઞા કરેલી પરંતુ મહાબલમુનિએ વધુ તપસ્વી દેખાવાની ઇચ્છાથી માયા કરી પરિણામે છઠ્ઠું-સાતમે ગુણઠાણેથી પતિત થઈ મિથ્યાત્વ ગુણઠાણે ગયા - સ્ત્રીવેદનો બંધ કર્યો. “સવી જીવ કરું શાસન રસી”ની ભાવનાપૂર્વક વીશસ્થાનક મહાતપના વીશે પદની અપૂર્વ આરાધના કરવા દ્વારા શ્રી તીર્થંકરનામકર્મની નિકાચના કરી ૮૪ લાખ પૂર્વના આયુષ્યને પૂર્ણ કરી અન્તિમ સાધના કરીને સાતે મુનિવરો ત્રીજા વૈજયંત નામના અનુત્તરમાં ઉત્પન્ન થયા.
ચોથા સર્ગમાં - જંબૂદ્વીપ-દક્ષિણ ભરતક્ષેત્રમાં વિદેહ દેશમાં મિથિલા નગરીમાં કુંભ નરેસરની પટ્ટરાણી શ્રી પ્રભાવતી દેવીની કુક્ષિને વિષે સ્ત્રીપણે અવતર્યા. તે સમયે બધા જ ઇન્દ્રોએ સ્વપ્રદર્શનનો ફળાદેશ કર્યો. નમુત્થણે સૂત્ર દ્વારા પરમાત્માની સ્તવના કરી. મૌન એકાદશીના શુભદિવસે શ્રી મલ્લિનાથ પ્રભુનો જન્મ થયો ઈન્દ્રોએ મેરુપર્વત ઉપર જન્મકલ્યાણકની ભવ્ય ઉજવણી કરી પ્રાતઃકાલે કુંભરાજાએ અનુપમ જન્મોત્સવની ઉજવણી કરી.